પ્રભાસ સ્ટારર ફિલ્મ સ્પિરિટમાંથી દીપિકા પાદુકોણનું બહાર નીકળવું અને સંદીપ રેડ્ડી વાંગાની ચોંકાવનારી પોસ્ટ હાલમાં ચર્ચાનો વિષય છે. આ દરમિયાન દીપિકાએ તાજેતરમાં થયેલા એક કાર્યક્રમમાં ‘સંતુલન’ અને ‘ખુશી’ વિશે મોટું નિવેદન આપ્યું છે જે તેના તાજેતરના વિવાદ તરફ નિર્દેશ કરે છે.
હકીકતમાં, સ્પિરિટના વિવાદ વચ્ચે દીપિકા પાદુકોણ પહેલીવાર એક ફેશન ઇવેન્ટમાં હાજરી આપી હતી જ્યાં તેણે તેના સુંદર દેખાવથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હવે આ ઇવેન્ટમાંથી એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં અભિનેત્રીએ સંતુલન વિશે પોતાનું નિવેદન આપ્યું છે.
દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રીએ કહ્યું,”જ્યારે મને મારી સમાનતા અને સંતુલન મળે છે ત્યારે હું સફળ થાઉં છું. ત્યારે હું મારા સૌથી સાચા અને વાસ્તવિક વર્જનનો અનુભવ કરું છું.” આ દરમિયાન લાલ ડ્રેસમા જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી.
View this post on Instagram
દીપિકા પાદુકોણને લઈને શું વિવાદ ચાલી રહ્યો છે?
દીપિકા પાદુકોણને સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ સ્પિરિટમાં પ્રભાસની સામે કાસ્ટ કરવામાં આવી હતી, પરંતુ એવા અહેવાલો છે કે વધુ પગાર અને 8 કલાકની શિફ્ટની માંગને કારણે તેને ફિલ્મમાંથી બહાર કરવામાં આવી હતી, જેના કારણે તે સમાચારમાં છે. દીપિકાની જગ્યાએ તૃપ્તિ ડિમરીને સ્પિરિટમાં કાસ્ટ કરવામાં આવી છે. જ્યારે દીપિકાને હટાવવાના સમાચાર આવ્યા, ત્યારે તે જ દિવસે તૃપ્તિની એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી.
એટલું જ નહીં, દીપિકા પાદુકોણ ફિલ્મમાંથી બહાર થતાં જ સંદીપ રેડ્ડી વાંગાએ એક રહસ્યમય પોસ્ટ શેર કરી અને કોઈનું નામ લીધા વિના આરોપ લગાવ્યો કે ફિલ્મ છોડ્યા પછી, એક અભિનેત્રીએ વાર્તા લીક કરી હતી અને નાની અભિનેત્રી (ત્રિપ્તિ) ને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સ્પિરિટ એક એ-રેટેડ ફિલ્મ છે જેમાં હીરો અને નાયિકા વચ્ચે બોલ્ડ દ્રશ્યો છે.
