લાલ કિલ્લા બ્લાસ્ટ કેસ: આરોપી શાહીન અને મુઝમ્મિલ શકીલે કાવતરાના આરોપોને નકાર્યા

નવી દિલ્હી: ચર્ચાસ્પદ લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટ કેસમાં (Red Fort Blast Case) એક નવો વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા ડૉ. શાહીન અને મુઝમ્મિલ શકીલે કોર્ટમાં તેમની સામે લગાવવામાં આવેલા કાવતરા અને વિસ્ફોટના આરોપોને સદંતર નકારી કાઢ્યા છે.બચાવ પક્ષના વકીલે અદાલતમાં દલીલ કરતા જણાવ્યું હતું કે વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલી કાર ફરીદાબાદથી ખરીદવામાં આવી હતી, જ્યારે આરોપી મુઝમ્મિલ શકીલને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા અગાઉ જ કાવતરાના કેસમાં પકડી લેવામાં આવ્યા હતા. વકીલના જણાવ્યા અનુસાર, મુઝમ્મિલ શકીલ કે અન્ય આરોપીઓ વચ્ચે કોઈ જોડાણ કે સીસીટીવી ફૂટેજમાં તેમની સંડોવણી સાબિત થતી નથી. આ સાથે જ અન્ય આરોપી ડૉ. શાહીન સેદની ધરપકડ પણ બ્લાસ્ટની ઘટનાના એક દિવસ અગાઉ લખનૌથી કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા આ કેસમાં અગાઉ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, અને આ મામલે કાયદાકીય પ્રક્રિયા આગળ વધી રહી છે ત્યારે આરોપીઓ દ્વારા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે.