ગ્લાસગો ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ કર્યા

સ્કોટલેન્ડ: ગ્લાસગો ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે. આજે દિવસની શરૂઆત તેમણે એક ખાસ યોગ સત્ર સાથે કરી હતી.ગ્લાસગો ખાતે આયોજિત આ યોગ શિબિરમાં સ્થાનિક સ્કોટિશ નાગરિકો તેમજ ત્યાં વસતા ભારતીય સમુદાયના સામાન્ય લોકો જોડાયા હતા.નાયબ મુખ્યમંત્રીએ કોઈ પણ પ્રકારના પ્રોટોકોલ વિના સામાન્ય નાગરિકો સાથે મળીને વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, “યોગ એ ભારત તરફથી સમગ્ર વિશ્વને આપેલી અનોખી અને મૂલ્યવાન ભેટ છે. જે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિનો સમન્વય સાધે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયા છે.”સ્કોટલેન્ડના સ્થાનિક લોકો અને ભારતીય સમુદાયના લોકોએ સાથે મળીને યોગ સાધના કરી ભારત-સ્કોટલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો અને ભાઈચારાની સુંદર ભાવના પ્રદર્શિત કરી હતી.