ગુજરાતમાં આજે મકરસંક્રાંતિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્તરાયણના પર્વ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હર્ષભાઇ સંઘવીએ પોતાના હોમટાઉન સુરતના વીઆઈપી રોડ પર આવેલી રિવ્યુલેટ રેસિડન્સીના ધાબા પર પરિવાર અને મિત્રો સાથે પતંગબાજીનો મનભરીને આનંદ માણ્યો હતો. ડીજેના તાલે અને ‘કાઈપો છે’ ના ગુંજતા નારાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રીએ પતંગ ચગાવીને આકાશમાં પેચ લડાવ્યા હતા. આ દરમિયાન ધાબા પર હાજર સૌ કોઈનો ઉત્સાહ બમણો જોવા મળ્યો હતો. એક સામાન્ય નાગરિકની જેમ જનતા વચ્ચે રહીને પર્વની ઉજવણી કરતા હર્ષ સંઘવીએ આ તકે તમામ સુરતીલાલાઓને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી.
That’s an Uttarayan emotion! pic.twitter.com/YKK0Um2w8G
— Harsh Sanghavi (@sanghaviharsh) January 14, 2026
નોંધનીય છે કે સુરતના વીઆઈપી રોડ સ્થિત રિવ્યુલેટ રેસિડન્સીના ધાબા પર હર્ષભાઇ સંઘવીએ ઉત્તરાયણની (Harsh Sanghavi Uttarayan celebration Surat) ભવ્ય ઉજવણી કરી હતી. ડીજેના સાઉન્ડ અને ‘કાઈપો છે’ ના નારાઓ વચ્ચે તેમણે પતંગ ચગાવી હતી. પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની ઉપસ્થિતિમાં તેમણે આખો દિવસ પતંગબાજી અને પેચ લડાવવાની મજા માણી હતી.


