રિજર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) રિ-KYC અંગે પેમેન્ટ કંપનીઓ પર કડક વલણ અપનાવ્યું છે. એવામાં પેમેન્ટ કંપનીઓએ RBI પાસે થોડો સમય માંગ્યો છે અને જણાવ્યું કે તેમને નાના દુકાનદારોને રિ-KYC કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પમેન્ટ કંપનીઓ પર ફરીથી KYC કરવાની આવશ્યકતાઓને કડક બનાવી છે. પમેન્ટ કંપનીઓએ 15 સપ્ટેમ્બર સુધીનો સમય માંગ્યો છે. નાના દુકાનદારોને RE- KYC કરવામાં તેમને નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે, આ કંપનીઓએ RBI પાસેથી વધુ સમય માંગ્યો છે.
કંપનીઓનું કામ વધુ મુશ્કેલ બની રહ્યું છે
મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર, ઘણી કંપનીઓ પાસે હજુ પણ હજારો નાના અને અનૌપચારિક વ્યવસાયો માટે KYC પૂર્ણ કરવાનું બાકી છે. Paytm, PhonePe અને Google Pay જેવી કંપનીઓ હાલમાં નાના શહેરો અને ગામડાઓમાં QR કોડ અને સાઉન્ડબોક્સ દ્વારા ચુકવણી સ્વીકારતા દુકાનદારોનું Re KYC કરી રહી છે. પંરતુ નવા અને કડક KYC નિયમો સાથે ફિઝિકલ વેરિફિકેશનને લીધે કંપનીઓ માટે આ પ્રક્રિયા મુશ્કેલ બની રહી છે.
દસ્તાવેજોનો અભાવ
રિપોર્ટ મુજબ, આ પ્રક્રિયાની અસર મોટાભાગના વ્યવસાયો નાના દુકાનદારો અને અનૌપચારિક વ્યવસાયો પર છે. તેમાંથી ઘણા પાસે KYC માટે જરૂરી દસ્તાવેજો નથી. જોકે આ નાના દુકાનદારો અને વ્યવસાયો દ્વારા થતું પમેન્ટનો નોંધપાત્ર હિસ્સો નાનો હોય છે, પરંતુ તેઓ નાના શહેરો અને ગામડાઓમાં ડિજિટલ પમેન્ટ અને નાણાકીય સેવાઓને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
80 ટકા રી-કેવાયસી પૂર્ણ થવાની અપેક્ષા
મોટાભાગની પમેન્ટ કંપનીઓ 15 સપ્ટેમ્બર સુધીમાં રી-કેવાયસી પ્રક્રિયાનો લગભગ 80 ટકા પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે. જો કે, બાકીના વ્યવસાયો માટે કેવાયસી પૂર્ણ કરવું એક પડકાર રહે છે. આનું એક મુખ્ય કારણ એ છે કે, RBI નિયમો અનુસાર ફિજિકલ KYC પમેન્ટ કંપનીઓના પોતાના કર્મચારીઓ દ્વારા જ કરવું પડશે. આ કામ થર્ડ પાર્ટી એજન્સીઓના કર્મચારી દ્વારા કરી શકાતું નથી. આના કારણે છેલ્લા એક વર્ષમાં તેમના સ્ટાફની સંખ્યા પણ વધારવી પડી છે.
KYC શા માટે જરૂરી છે?
RBI ના KYC નિયમોનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે નાણાકીય સંસ્થાઓ પાસે ગ્રાહક ઓળખ અને સરનામાની સચોટ માહિતી હોય. આ છેતરપિંડી, મની લોન્ડરિંગ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં મદદ કરે છે. કંપનીઓને આ નિયમોનું પાલન કરવા માટે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ લાખો વેપારીઓ માટે KYC ફરીથી અમલમાં મૂકવાનું કાર્ય ખૂબ મોટું છે. તેથી, પેમેન્ટ કંપનીઓ વધુ સમયની માંગ કરી રહી છે.
ગયા વર્ષે, RBI એ સપ્ટેમ્બર 2025 માં તેના માસ્ટર ડાયરેક્શન્સને અપડેટ કર્યા હતા, જેમાં પેમેન્ટ એગ્રીગેટર્સને ત્રણ વ્યાપક શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવ્યા હતા: ઓનલાઈન, ભૌતિક અને ક્રોસ-બોર્ડર પેમેન્ટ સેવાઓ. નવા નિયમો અનુસાર, ફક્ત દસ્તાવેજો સબમિટ કરવાનું હવે પૂરતું નથી; કંપનીઓએ વેપારીઓના વ્યવસાયિક સ્વભાવ અને માલિકીની માહિતીની સંપૂર્ણ તપાસ કરવાની પણ જરૂર રહેશે. 1 જાન્યુઆરી, 2026 ના રોજ અથવા તે પછી ઉમેરાયેલા વેપારીઓ માટે ચકાસણી પહેલાથી જ ફરજિયાત હતી. હવે, જૂના વેપારીઓ માટે અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર છે. બેંકિંગ નિષ્ણાતો માને છે કે સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવાથી તકનીકી અથવા વહીવટી અવરોધો આવી શકે છે.



