ગ્લોબલ સ્તેર દિલજીત દોસાંઝનો ફરી જલવો, દૂઆ લિપા અને મેડોના સાથે કરશે પરફોર્મ

પંજાબી મ્યુઝિકને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવનાર સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ ફરી એકવાર દુનિયાના જાણીતા મ્યુઝિક ફેસ્ટિવલ ‘કોચેલા 2027’માં પરફોર્મ કરવા તૈયાર છે.

કોચેલાના આયોજકોએ 2027ની સ્ટાર લાઇનઅપ જાહેર કરી છે, જેમાં દિલજીત સાથે દૂઆ લિપા, ટેમ ઇમ્પાલા, SZA, મેડોના, JISOO, ફોબી બ્રિજર્સ અને રોબિન જેવા મોટા કલાકારો સામેલ છે.

કેલિફોર્નિયાના ઇન્ડિયોમાં આવેલા એમ્પાયર પોલો ક્લબમાં આ ફેસ્ટિવલ બે વીકએન્ડમાં યોજાશે. પ્રથમ વીકએન્ડ 9થી 11 એપ્રિલ અને બીજો વીકએન્ડ 16થી 18 એપ્રિલ, 2027 દરમિયાન યોજાશે.

શુક્રવારે દૂઆ લિપા, શનિવારે ટેમ ઇમ્પાલા અને રવિવારે SZA મુખ્ય આકર્ષણ રહેશે. મેડોના પણ આ ફેસ્ટિવલમાં પરફોર્મ કરશે.

ઉલ્લેખનીય છે કે દિલજીતે 2023માં પણ કોચેલા ફેસ્ટિવલમાં પંજાબી ગીતો દ્વારા ધૂમ મચાવી હતી. હવે 2027માં તેમની વાપસી ભારતીય અને પંજાબી મ્યુઝિક ફેન્સ માટે ખાસ બની રહેશે.

ફેસ્ટિવલની ટિકિટનું વેચાણ 13 નવેમ્બરથી બપોરે 12 વાગ્યે (પેસિફિક સમય) શરૂ થશે.