રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીને ગણાવ્યા ભારતના મહાન વડાપ્રધાન

ભારતના લોકતાંત્રિક ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહા-રેકોર્ડની ગુંજ હવે છેક અમેરિકા સુધી પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારના પ્રમુખ તરીકે સતત સત્તા પર રહીને પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને પાછળ છોડવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પીએમ નરેન્દ્ર મોદીને દિલથી અભિનંદન આપ્યા છે. બંને વૈશ્વિક નેતાઓ વચ્ચેની ગાઢ મિત્રતા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર છતી થઈ છે, જેમાં ટ્રમ્પે પીએમ મોદીની અદભુત રાજકીય ક્ષમતા અને નેતૃત્વના મુક્ત મને વખાણ કર્યા છે.

ટ્રમ્પનો ખાસ સંદેશ: “મારા મિત્ર મોદી એક મહાન વડાપ્રધાન છે”

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર એક વિગતવાર અને અત્યંત પ્રભાવશાળી પોસ્ટ શેર કરી છે. ટ્રમ્પે આ પોસ્ટમાં લખ્યું કે, “મારા પરમ મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન! તેઓ ખરેખર એક મહાન વડાપ્રધાન છે. તે એક અત્યંત મજબૂત, શારીરિક રીતે સ્વસ્થ અને અદભુત બુદ્ધિમાન વ્યક્તિ છે. મને પૂરો વિશ્વાસ છે કે તેમની સામે હજુ પણ મહાનતા અને અસાધારણ સફળતાના અનેક વર્ષો પડ્યા છે. ટ્રમ્પે પીએમ મોદીની રાજકીય સફર અને લોકપ્રિયતાની પ્રશંસા કરવાની સાથે ભવિષ્યના કાર્યકાળ માટે તેમને નિરંતર સફળતાની અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.

કઈ રીતે તૂટ્યો પંડિત નહેરુનો 62 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે, 2014 ના રોજ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. ત્યારથી લઈને આજ દિન સુધી તેમણે કોઈપણ પ્રકારના વિરામ કે અંતરાલ (Gap) વિના દેશની અવિરત સેવા કરી છે. આગામી 10 જૂનના રોજ પીએમ મોદીએ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક પોતાના 4399 દિવસ પૂર્ણ કરી લીધા છે.