અમદાવાદ: ડો. નીલમ ગોયલ “ભારતના પરમાણુ સેહલી” તરીકે ઓળખાય છે. તેમણે એક સંબોધનમાં કહ્યું કે જો ભારતને ૨૦૪૭ સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય, તો શુદ્ધ બેઝલોડ એનર્જી, પાણીની સુરક્ષા, ન્યાયપૂર્ણ બજાર અને સન્માનજનક રોજગાર – આ બધાને અલગ–અલગ યોજનાઓ તરીકે નહીં, પરંતુ એક સંકલિત રાષ્ટ્રીય વ્યૂહરચના તરીકે જોવું પડશે. ડૉ. નીલમ ગોયલ Mission I–WE ME–SRBની સંસ્થાપિકા છે. જેનો પૂરું અર્થ છે- Integrated Water, Energy, Market and Employment for a Self-Reliant Bharat…
છેલ્લા ૧૫ વર્ષથી તેઓ ગામડાં, કસ્બા અને શહેરોમાં પીવાનું પાણી, સિંચાઈ, વિજ પુરવઠો, બજાર જોડાણ અને આવક જેવા મુદ્દાઓ પર તળિયાના સ્તરે કામ કરી રહી છે. વર્ષ ૨૦૦૯થી તેઓ ભારતમાં તથા કેટલાક આંતરરાષ્ટ્રીય મંચો પર પરમાણુ ઉર્જા વિષે સકારાત્મક અને તથ્યાધારિત જનજાગૃતિ માટે સક્રિય છે. તેમણે યાદ અપાવ્યું કે તેમના દ્વારા બનાવવામાં આવેલા “Myths vs Facts on Indian Nuclear Power” જેવા વિડિયો અને અભિયાનોએ તે સમયમાં, જ્યારે પરમાણુ પ્રોજેક્ટોનો વિરોધ વધી રહ્યો હતો ત્યારો ૨૮૦૦ મેગાવોટનું ગોરખપુર પ્રોજેક્ટ (હરિયાણા) અને ૨૮૦૦ મેગાવોટનું માહી પ્રોજેક્ટ (રાજસ્થાન) જેવા અટકેલા પ્રોજેક્ટોને અનુકૂળ વાતાવરણ અપાવવામાં હકારાત્મક યોગદાન આપ્યું. આ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને ઘણા સન્માન અને અવોર્ડ્સ મળ્યા છે.
ભારતના ઊર્જા–ભવિષ્ય વિશે બોલતા ડો. નીલમ ગોયલે જણાવ્યું કે આજે પણ ભારતની મોટાભાગની વીજળી કોલસા, તેલ અને ગેસમાંથી આવે છે. જ્યારે સોલાર અને પવન ઉર્જા, જરૂરી હોવા છતાં અનિયમિત (intermittent) છે અને મોટા પ્રમાણમાં સ્ટોરેજ પર આધારિત છે. તેમના શબ્દોમાં, “ગ્રામ્ય વિસ્તારો અને ખેતી–સિંચાઈ માટે મોટાપાયે સોલાર ઊર્જા અને પાણીની સિક્યોરિટી ખૂબ જ જરૂરી છે. પરંતુ ઉદ્યોગો, રેલ્વે, ડેટા સેન્ટર અને મોટા શહેરોને ૨૪×૭ બેઝલોડ અને high-temperature હીટ જોઈએ – ત્યાં સુરક્ષિત પરમાણુ ઉર્જા, ખાસ કરીને Smart Modular Reactors, આપણો લાંબાગાળાનો સર્વોત્તમ વિકલ્પ છે.”
તેમણે કેન્દ્ર સરકાર દ્વારા Smart Modular Reactors (SMR) તરફ લેવામાં આવેલા પગલાં અને કડક સેફ્ટી–ફ્રેમવર્ક સાથે વધુ ભાગીદારી માટે થતાં કાનૂની ફેરફારોનું સ્વાગત કર્યું. ડો. નીલમ ગોયલના જણાવ્યા મુજબ SMR મોડલ ચોવીસે કલાક શુદ્ધ બેઝલોડ વીજળી, ઉદ્યોગોને માટે process heat, તેમજ વોટર ટ્રીટમેન્ટ અને ડીસેલિનેશન માટે જરૂરી ઊર્જા પૂરી પાડી શકે છે અને ભવિષ્યમાં CO₂ ઉત્સર્જનમાં મહત્વપૂર્ણ ઘટાડો કરી શકે છે.
ડો. નીલમ ગોયલે સ્પષ્ટ કર્યું કે તેમનો અભિગમ “ન્યૂક્લિયર vs સોલાર” નો નથી, પરંતુ “ખેતર અને ઘર માટે સોલાર + બેઝલોડ અને ઉદ્યોગ માટે સુરક્ષિત ન્યૂક્લિયર” છે.
વધુમાં તેમણે કહ્યું કે, “જો આપણે ૨૦૪૭નું વિકસિત ભારત અને ૨૦૭૦નું Net Zero ભારત હકીકતમાં જોઈ રહ્યા છીએ. તો શુદ્ધ બેઝલોડ ઊર્જા, પાણીની સુરક્ષા, ન્યાયપૂર્ણ બજાર અને સન્માનજનક રોજગાર – બધું એકસાથે આગળ વધારવું પડશે. શહેરોમાં Smart Modular Reactors અને ગામોમાં Water–Energy–Market–Employment જેવા મોડલ – આ એક જ યાત્રાના બે મજબૂત ખંભા છે.”
ડો. નીલમ ગોયલે નીતિ–નિર્માતાઓ, ઉદ્યોગજગત, મીડિયા અને યુવાનોને આને સાંઝા રાષ્ટ્રીય દાયિત્વ તરીકે સ્વીકારવા અને ઊર્જા–સુરક્ષિત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત નિર્માણમાં ભાગીદાર બનવાની અપીલ કરી.




