અજય દેવગનની ફેવરિટ સસ્પેન્સ થ્રિલર ફ્રેન્ચાઈઝીની નવી ફિલ્મ ‘દ્રશ્યમ 3’ એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર એન્ટ્રી કરી છે. થિયેટર્સમાં રિલીઝ થતાં જ ફિલ્મે દર્શકો અને ટ્રેડ વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. Sacnilk ના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે પ્રથમ દિવસે જ ભારતીય બોક્સ ઓફિસ પર 66.75 crore ની બમ્પર નેટ ઓપનિંગ મેળવી છે. જ્યારે ફિલ્મનું ગ્રોસ કલેક્શન 80.10 crore રહ્યું છે. વિદેશી માર્કેટ (Overseas) માં પણ 15 crore ની શાનદાર ઓપનિંગ સાથે ફિલ્મનું પહેલા દિવસનું ગ્લોબલ વર્લ્ડવાઈડ કલેક્શન 95.10 crore એ પહોંચી ગયું છે.

‘દ્રશ્યમ 3’ એ સર્જ્યા આ 7 ઐતિહાસિક રેકોર્ડ
અજય દેવગનના કરિયરની સૌથી મોટી ઓપનર: 66.75 crore ના કલેક્શન સાથે આ ફિલ્મ અજય દેવગનની અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ ‘સિંઘમ અગેન’ (43.50 crore) ના નામે હતો.
પ્રથમ 50 Crore ક્લબ ઓપનિંગ: આ અજય દેવગનના ફિલ્મ કરિયરની પહેલી એવી ફિલ્મ છે જેણે રિલીઝના પહેલા જ દિવસે 50 crore થી વધુનું નેટ કલેક્શન કર્યું છે.
વર્ષ 2026 ની બીજી સૌથી મોટી ઓપનર: ‘દ્રશ્યમ 3’ વર્ષ 2026 માં બોક્સ ઓફિસ પર સૌથી મોટી ઓપનિંગ લેનારી બીજી ફિલ્મ બની ગઈ છે. આ યાદીમાં માત્ર ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ (145.55 crore) જ આગળ છે.

બોલીવુડના ઇતિહાસમાં ચોથો સૌથી મોટો ઓપનિંગ ડે: આ ફિલ્મે ‘સ્ત્રી 2’, ‘એનિમલ’, ‘પઠાણ’, ‘વોર’ અને ‘વોર 2’ જેવી અનેક ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મોના ફર્સ્ટ ડે કલેક્શનને માત આપીને હિન્દી સિનેમાના ઇતિહાસમાં 4 થી સૌથી મોટી ઓપનિંગ મેળવી છે.
શુક્રવારના દિવસે બોક્સ ઓફિસ પર બીજો સૌથી મોટો ધમાકો: ભારતીય બોક્સ ઓફિસ પર પ્રથમ શુક્રવારે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ ‘ધુરંધર 2’ (78.94 crore) પછી હવે ‘દ્રશ્યમ 3’ ના નામે નોંધાયો છે.
લાઇફટાઇમ કલેક્શનને માત્ર 1 દિવસમાં પછાડ્યું: વર્લ્ડવાઈડ 95 crore ની ઓપનિંગ સાથે જ આ ફિલ્મ અજય દેવગનની સૌથી વધુ કમાણી કરનારી ટોપ 10 ફિલ્મોમાં 8 માં નંબરે પહોંચી ગઈ છે. તેણે ‘મેદાન’ અને ‘સન ઓફ સરદાર’ જેવી ફિલ્મોની આખી જિંદગીની કમાણીને એક જ દિવસમાં પાર કરી લીધી છે.
દિગ્ગજ ફિલ્મોના રેકોર્ડ ધ્વસ્ત: ‘દ્રશ્યમ 3’ એ ગ્લોબલ ઓપનિંગના મામલે રજનીકાંતની ‘જેલર’ (91 crore), પ્રભાશની ‘કલકી’ (95 crore) તથા ‘સાલા’ (91 crore), રામચરણની ‘પેદ્દી’ (94 crore), સલમાન ખાનની ‘ટાઇગર 3’ (93 crore) અને ઋષભ શેટ્ટીની ‘કાંતારા ચેપ્ટર 1’ (88 crore) ને પાછળ છોડી દીધી છે.
તમામ થિયેટરોમાં હાઉસફુલ શો સાથે આ ફિલ્મને લઈને જે ક્રેઝ જોવા મળી રહ્યો છે તે જોતાં ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે વીકેન્ડ દરમિયાન કમાણીના નવા આંકડા સર્જાશે.






