અજય દેવગનની બહુચર્ચિત ફિલ્મ ‘દ્રશ્યમ 3′(Drishyam 3)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં શું ખાસ છે અને ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે જાણો.

અજય દેવગનની ફિલ્મો ‘દ્રશ્યમ’ અને ‘દ્રશ્યમ 2’ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. હવે રીજો ભાગ ‘દ્રશ્યમ:ધ કન્ક્લુઝન’ આવી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયું, જેનાથી ચાહકોનો ઉત્સાહ વધુ વધ્યો. ફિલ્મના ટ્રેલરમાં શું ખાસ છે તે જાણો.
અજય દેવગન એકવાર ફરી વિજય સાલગાંવકરની ભૂમિકા ભજવશે. પાત્ર શરૂઆતથી જ ફ્રેન્ચાઇઝના હિન્દી સંસ્કરણનો મુખ્ય ભાગ રહ્યું છે. ફિલ્મની વાર્તા વિજય અને તેના પરિવારની આસપાસ ફરે છે, જે એક ગંભીર ગુનાહિત કેસમાં ફસાઈ જાય છે. વિજય દ્વારા પોતાના પરિવારને બચાવવાના પ્રયાસો અગાઉની બંને ફિલ્મોની વાર્તાનો મુખ્ય ભાગ રહ્યા છે.
ટ્રેલરમાં શું ખાસ છે?
દ્રશ્યમ 3નું ટ્રેલર ખૂબ જ તીવ્ર લાગે છે. આ વખતે તબ્બુ અજય અને તેના પરિવાર સામે બદલો લેવા માંગે છે, ન્યાય નહીં. સ્ટોરીમાં તબ્બુના નવા વકીલની એન્ટ્રી થશે, જે પાત્ર પ્રકાશ રાજ દ્વારા નિભાવવામાં આવ્યું છે.
View this post on Instagram
ફિલ્મના અંતિમ ભાગમાં જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિક્ષકની ભૂમિકા ભજવશે, જે અજયના પરિવારની ધરપકડ કરવા માટે એડી ચોટીનું જોર લગાવશે.
ટ્રેલરના એક દ્રશ્યમાં તે કહે છે,”હું તમારા ગુનેગાર પરિવારને બધાની સામે એવી રીતે ખેંચીશ કે જો કોઈ ફરીથી આવું કરવાનું વિચારશે તો પણ તેનો આત્મા ધ્રૂજી જશે.”
એક દ્રશ્યમાં અજય દેવગન કહે છે,”આ વખતે ખતરો ક્યારે, કેવી રીતે અને ક્યાં આવશે? તે કહેવું મુશ્કેલ છે. હવે આ મનનો નહીં, પણ નસીબનો ખેલ છે.” આનો અર્થ એ છે કે લડાઈ વધુ તીવ્ર અને નજીકની હશે. હવે આપણે જોવાનું છે કે આ લડાઈ કોણ જીતશે.
“દ્રશ્યમ: ધ કન્ક્લુઝન” માં પાછલી ફિલ્મની મોટાભાગની સ્ટારકાસ્ટ હશે.તબ્બુ ફરી પોતાની ભૂમિકા ભજવશે, જ્યારે અજય દેવગણ મુખ્ય પાત્ર તરીકે પરત ફરશે. પ્રકાશ રાજ પણ ટીમનો ભાગ છે અને તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.શ્રિયા સરન અને રજત કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.આ વખતે આ ફિલ્મમાં એક નવા અભિનેતાનો પણ પ્રવેશ થશે.”દ્રશ્યમ 3″ માં જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
“દ્રશ્યમ: ધ કન્ક્લુઝન” 2 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. દશેરા અને દિવાળીની આસપાસ લાંબી રજાઓનો પણ આ ફિલ્મને ફાયદો થઈ શકે છે.




