કોલકાતાઃ EDએ પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવન કૃષ્ણ સહા અને તેમના કેટલાંક સગાં-સંબંધીઓનાં સ્થાનો પર દરોડા પાડ્યા છે. આ દરોડા શાળાઓમાં શિક્ષકો અને કર્મચારીઓની ભરતીમાં થયેલી કહેવાતી ગેરરીતિઓની તપાસ હેઠળ પાડવામાં આવ્યા હતા. સહાની 2023માં CBIએ “કૌભાંડ” સાથેના કહેવાતા સંબંધો બદલ અટકાયત કરી હતી અને બાદમાં મુક્ત પણ કરવામાં આવ્યા હતા.
EDનો મની લોન્ડરિંગ કેસ, CBI દ્વારા દાખલ કરાયેલી FIR પરથી થયો છે, જેને કોલકાતા ઉચ્ચ ન્યાયાલયે ગ્રુપ ‘C’ અને ‘D’ના કર્મચારીઓ, ધોરણ નવથી 12 સુધીના સહાયક શિક્ષકો અને પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં થયેલી કહેવાતી ગેરરીતિઓની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
EDએ આ કેસમાં અગાઉ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચટર્જી, તેમની કહેવાતી સહયોગી અર્પિતા મુખર્જી, TMC ધારાસભ્ય અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ માણિક ભટ્ટાચાર્ય સહિતના કેટલાક લોકોને અટકાયત કરી હતી. ED દ્વારા અટકાયત બાદ ચેટર્જીને TMCએ સસ્પેન્ડ કર્યા હતા. આ કેસમાં અત્યાર સુધી ED દ્વારા કુલ ચાર આરોપપત્રો દાખલ કરવામાં આવ્યા છે.
VIDEO | Murshidabad: ED raids TMC MLA Jiban Krishna Saha’s and his relatives’ residence in connection with the SSC scam.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/PheoxJsCoO
— Press Trust of India (@PTI_News) August 25, 2025
કૃષ્ણ સાહા પર આક્ષેપ છે કે તેમણે રાજ્યની અનુદાન પ્રાપ્ત શાળાઓમાં ખોટી રીતે શિક્ષકની નોકરી અપાવવા માટે લાંચ લીધી હતી. આ કેસ તે મોટા કૌભાંડનો ભાગ છે, જેમાં પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન (SSC) મારફતે હજારો શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની ગેરકાયદે નિમણૂક કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે નિમણૂકો રદ્દ કરી હતી
સુપ્રીમ કોર્ટે એપ્રિલ 2024માં હજારો ગેરકાયદે નિમણૂકોને રદ્દ કરીને નવી અને પારદર્શક પસંદગી પ્રક્રિયા શરૂ કરવાની આદેશ આપ્યો હતો. તેના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજીઓને સુપ્રીમ કોર્ટે 5 ઓગસ્ટ 2025એ ફગાવી દીધી હતી. આ કૌભાંડમાં TMCના ઘણા મોટા નેતાઓ પર પણ કાર્યવાહી થઈ છે. ભૂતપૂર્વ શિક્ષણમંત્રી પાર્થ ચટર્જી સહિત અનેક નેતાઓની ધરપકડ અને પૂછપરછ થઈ ચૂકી છે.


