એક જાહેરાતને લીધે કેનેડા સાથે બધી વેપારી વાતચીત ખતમઃ ટ્રમ્પ

નવી દિલ્હીઃ અમેરિકા તેઓ કેનેડાના બધી વેપાર ચર્ચાઓ ખતમ કરી રહ્યા છે, કારણ કે તાજેતરમાં પ્રસારિત થયેલી ટેલિવિઝન જાહેરાતોમાં અમેરિકાના ટેરિફ્સ (શૂલ્ક)નો વિરોધ કરવામાં આવ્યો છે, એમ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મિડિયામાં જણાવ્યું છે. ટ્રમ્પે આ જાહેરાતોને “અત્યંત અન્યાયી વર્તન” ગણાવ્યું છે, જેનો હેતુ અમેરિકાની કોર્ટોના નિર્ણયોને પ્રભાવિત કરવાનો છે.

આ પોસ્ટ કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના એ નિવેદન બાદ આવી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિના શૂલ્કના ખતરાને ધ્યાનમાં રાખીને તેમનો ઉદ્દેશ અમેરિકા બહારના દેશોમાં નિકાસને દોઢ ગણી કરવાનો છે.

 જાહેરાતમાં શું છે?

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતની સરકારે એક જાહેરાત પ્રકાશિત કરી છે, જેમાં અમેરિકાના ભૂતપૂર્વ રિપબ્લિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગનના ભાષણનો ઉપયોગ કર્યો છે, જે ટેરિફ્સના વિરોધમાં છે.

આ જાહેરાતમાં અમેરિકા દ્વારા વિદેશી આયાત પર ઊંચા શૂલ્ક લગાવવાનાં જોખમો વિશે ચેતવણી આપવામાં આવી છે. રેગન કહે છે, ઊંચા ટેરિફ અનિવાર્ય રીતે વિદેશી દેશોની પ્રતિશોધાત્મક કાર્યવાહી અને ભયંકર વેપાર યુદ્ધોને જન્મ આપે છે. એ પછી સૌથી ખરાબ થાય છે — બજાર સંકોચાય છે, ઉદ્યોગો બંધ થાય છે અને લાખો લોકો નોકરી ગુમાવે છે. ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે જાહેરાત જારી કરીને જણાવ્યું કે તેઓ રોનાલ્ડ રેગનના મોટા પ્રશંસક છે.

કેનેડાના વડા પ્રધાનનું નિવેદન

ટ્રમ્પે આ જાહેરાતોને ખોટી ગણાવી છે. આ પહેલાં વડા પ્રધાન માર્ક કાર્નીએ કહ્યું હતું કે તેમની સરકારનું લક્ષ્ય અમેરિકા બહારના દેશોમાં નિકાસ દોઢ ગણી કરવાનો છે.

 કેનેડાને અમેરિકા સાથે જોડવા માગે છે ટ્રમ્પ

રાષ્ટ્રપતિ બન્યા બાદથી ટ્રમ્પ સતત કેનેડાને અમેરિકા સાથે વિલીન કરવાનો વિચાર વ્યક્ત કરતા રહ્યા છે. તેમનું માનવું છે કે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવી દેવું જોઈએ. આ પહેલાં ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે કેનેડાની સરહદ પરથી અમેરિકા સુધી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. ટ્રમ્પે કેનેડાની ઉપર 35 ટકા ટેરિફ લગાવ્યો છે, જ્યારે કેનેડાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકાની સામે ઝૂકવાના નથી.