ટાઇગર શ્રોફ અભિનિત હીરોપંતી-2નું શૂટિંગ રશિયામાં થશે

નવી દિલ્હીઃ અહમદ ખાનના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ હીરોપંતી-2એ માર્ચમાં એક નાનું શિડ્યુલ શરૂ કર્યું હતું. હવે આ ફિલ્મની ટીમ રશિયામાં બીજું શિડ્યુલ કરવા માટે તૈયાર છે. ટાઇગર શ્રોફસ તારા સુતારિયા અને નવાજુદ્દીન સિદ્દીકી સ્ટારર ફિલ્મ જુલાઈમાં મોસ્કોમાં અને એ પછી રશિયાના સેન્ટ પિટ્ર્સબર્ગમાં શૂટિંગ શરૂ કરશે. આ ટીમ મોસ્કો અને સેન્ટ પિટર્સબર્ગમાં મુખ્ય એક્શન દ્રશ્યો અને એક ગીતને શૂટ કરવાની યોજના બનાવી રહી છે. ટીમ ત્યાં સ્થાનિક ટીમની સાથે યોગ્ય લોકેશન શોધી રહી છે.

અમે લાર્જર-ધેન-લાઇફ એક્શન સીક્વન્સિસને શૂટ કરવા માટે કેટલાક સ્ટંટ ડિઝાઇનરોની સાથે વાતચીત કરી રહી છે, એમાંથી એક માર્ટિન ઇવાનો છે. જે સ્કાયફોલ (2012), ધ બોર્ન અલ્ટિમેટમ (2007) અને ધ બોર્ન સુપરમેસી (2004)માં કામ માટે જાણીતા છે, એમ સૂત્રએ કહ્યું હતું. સાજિદ નડિયાદવાળાએ એ ખાતરી કરી રહ્યા છે કે ટીમ રશિયા જતાં પહેલાં બધા ક્રૂ સભ્યોને કોરોનાની રસી લાગી જાય, એમ સૂત્રએ કહ્યું હતું.

ટાઇગર અને ક્રીતિ સેનનની ડેબ્યુ ફિલ્મ હીરોપંતી 2014માં રિલીઝ થઈ હતી. જ્યારે હીરોપંતી-2નું પોસ્ટર ફેબ્રુઆરી, 2020માં બહાર પડાયું હતું. આ ફિલ્મને અહમદ ખાન ડિરેક્ટ કરી રહ્યા છે. આ પહેલાં તેમણે ટાઇગર શ્રોફની બાગી 3 પણ ડિરેક્ટ કરી હતી. હીરોપંતી-2 આ વર્ષની ત્રીજી ડિસેમ્બરે રિલીઝ થવાની શક્યતા છે.