ક્રાયોથેરેપીઃ રકુલપ્રીતે આઈસકોલ્ડ પાણીમાં સ્નાન કર્યું, ડૂબકી લગાવી

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી રકુલપ્રીત સિંહે અત્યંત આકરી એવી ક્રાયોથેરેપી કરીને તેનાં પ્રશંસકોને આશ્ચર્ય પૂરું પાડ્યું છે. એણે માત્ર બિકિની પહેરીને માઈનસ 15 ડિગ્રી સેલ્સિયસ બર્ફિલા ઠંડા પાણીમાં સ્નાન કર્યું હતું અને ડૂબકી લગાવી હતી. અનેક પ્રકારની બીમારીઓની સારવાર તરીકે અને ત્વચાનું આરોગ્ય વધારવા માટે ક્રાયોથેરેપીનો ઉપયોગ થાય છે, જેમાં અત્યંત ઠંડા પાણીમાં સ્નાન કરવાનું હોય છે.

રકુલપ્રીત ગઈ 6 મેએ કોઈક અજ્ઞાત બરફાચ્છાદિત સ્થળે ક્રાયોથેરેપી કરી હતી અને આઈસકોલ્ડ પાણીમાં સ્નાન કરતો પોતાનો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. કમેન્ટ વિભાગમાં તેનાં ઘણાં પ્રશંસકોએ આ બહાદૂર અભિનેત્રીનાં વખાણ કર્યાં છે.

ક્રાયોથેરેપી શું છે?

આ થેરેપી શરીરને અત્યંત ઠંડા કે બર્ફિલા પાણીમાં બોળવાની સારવાર છે, જેનાથી શરીરમાંના અસામાન્ય કોશનો નાશ થાય છે. આ થેરેપીમાં કોલ્ડ શાવર, આઈસ પેક્સ, કૂલ-ર બોડી ચેંબર્સ અને બર્ફિલા પાણીમાં શરીરને સંપૂર્ણ રીતે ડૂબાડવાનો સમાવેશ થાય છે. જે લોકો એથ્લેટિક્સમાં સક્રિય હોય તેઓને આ થેરેપી સલાહભરી હોય છે. એમને માટે શાવરનો સમય 30 સેકંડથી લઈને 3 મિનિટ સુધીનો હોય છે.

ક્રાયોથેરેપીના લાભ શું છે?

આ થેરેપીમાં ભીષણ ઠંડી પેદા કરવા માટે તરલ નાઈટ્રોજન કે આર્ગન ગેસ જેવા પદાર્થોનો ઉપયોગ કરાય છે. આ ઉપચાર બાહ્ય રીતે ત્વચ પર અને આંતરિક રીતે શરીરની અંદરના કોશોની સારવાર કરે છે. આ થેરેપી વ્યક્તિને ચિંતા અને હતાશા (ડીપ્રેશન) સામે લાભદાયી હોય છે. તેનાથી ડીપ્રેશનની અસર ઘટે છે અને નર્વસ મૂડમાં સુધારો આવે છે. ગરમ પાણીના ટૂંકા શાવર બાદ અત્યંત ટૂંકા સમય માટેનો આઈસકોલ્ડ બાથ લેવાથી અનેક વાઈરસ અને ગંભીર મોસમી બીમારીઓથી બચી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)