ઢાકા: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વાયુસેના પ્રમુખ શેખ અબ્દુલ હન્નાનની કતારમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર પોતાના દેશમાં ભ્રષ્ટાચારના આરોપો છે. બાંગ્લાદેશના ભ્રષ્ટાચાર વિરોધી પંચ (ACC) અનુસાર નિવૃત્ત એર ચીફ માર્શલે આવકના જાણીતા સ્રોતો કરતાં વધુ 3.28 કરોડ બાંગ્લાદેશી ટાકાની સંપત્તિ કથિત રીતે એકઠી કરી હતી. આ ઉપરાંત તેમણે પોતાના છ બેંક ખાતાઓ દ્વારા 27.63 કરોડ બાંગ્લાદેશી ટાકાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પણ કર્યા હતા.
નિવૃત્ત એર ચીફ માર્શલ સામે મોટી કાર્યવાહી
ACCના નાયબ નિયામક મોહમ્મદ અખ્તરુલ ઇસ્લામે જણાવ્યું હતું કે હન્નાનની 15 ક્ટોબરે કતારના અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાને ઇન્ટરપોલ તરફથી ઈ-મેઇલ દ્વારા તેમની ધરપકડ અંગે સત્તાવાર માહિતી મળી હતી.
હન્નાનનાં પત્ની પણ આરોપી
આ કેસમાં હન્નાનનાં પત્ની પણ આરોપી છે. તેમના પર પતિની મદદથી આવકના જાણીતા સ્રોતો કરતાં વધુ 1.91 કરોડ બાંગ્લાદેશી ટાકાની સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે. ACCએ તેમને નામે રહેલાં 32 બેંક ખાતાઓ દ્વારા 1.18 કરોડ બાંગ્લાદેશી ટાકાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પણ શોધી કાઢ્યા છે.
બાળકોને નામે નોંધાયેલી સંપત્તિઓનો ખુલાસો
તપાસકર્તાઓએ હન્નાનની કથિત વિદેશી સંપત્તિઓની તપાસ કેનેડા અને દુબઈ સુધી લંબાવી છે. આ ઉપરાંત, ત્રણ અલગ-અલગ દેશોમાં તેમનાં બાળકોને નામે નોંધાયેલી સંપત્તિઓનો પણ ખુલાસો થયો છે. માર્ચમાં ACCની બે અલગ-અલગ અરજીઓ પર કાર્યવાહી કરતાં ઢાકાની એક અદાલતે તપાસના ભાગરૂપે હન્નાન અને તેમનાં પત્નીના આવકવેરાનાં રેકોર્ડ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ACC દ્વારા આવકના જાણીતા સ્રોતો કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાનો આરોપ મૂકાયા બાદ, અદાલતે વાયુસેનાના પૂર્વ વડાના બે એપાર્ટમેન્ટ જપ્ત કરવા અને તેમનાં બેંક ખાતાઓ પર રોક લગાવવાનો પણ આદેશ આપ્યો હતો.
पूर्व बांग्लादेश वायु सेना प्रमुख हन्नान कतर में गिरफ्तार
— पूर्व बांग्लादेश वायु सेना प्रमुख (Chief of Air Staff) शेख अब्दुल हन्नान को बांग्लादेश में लंबित भ्रष्टाचार के मामलों पर इंटरपोल अलर्ट के बाद कतर में हिरासत में लिया गया।
— उन्होंने 3.28 करोड़ टका से अधिक की अस्पष्ट संपत्ति जमा की और 6 व्यक्तिगत बैंक खातों के माध्यम से कुल 27.63 करोड़ टका के संदिग्ध लेनदेन किए।
— ऑफशोर संपत्तियां कनाडा और दुबई में स्थानांतरित की गईं, तथा 3 देशों में उनके बच्चों के नाम पर संपत्तियां पंजीकृत हैं।
वह 2021 से 2024 तक वायु सेना प्रमुख था।
— P.N.Rai (@PNRai1) October 19, 2026
11 જૂન, 2024ના રોજ નિવૃત્ત થયા હતા
હન્નાન 1984માં જનરલ ડ્યુટી પાઇલટ તરીકે બાંગ્લાદેશ વાયુસેનામાં જોડાયા હતા. તેમણે 12 જૂન, 2021ના રોજ 16મા વાયુસેના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને 11 જૂન, 2024ના રોજ નિવૃત્ત થયા હતા.
અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના પૂર્વ નૌકાદળ પ્રમુખ એડમિરલ મોહમ્મદ નઝમુલ હસન પણ ભ્રષ્ટાચારના કેસોનો સામનો કરી રહ્યા છે અને હાલમાં વિદેશમાં છે.






