નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માર્કેટમાં મોટા ફેરફારો લાવી રહ્યું છે, અને ગયા વર્ષની મુશ્કેલીઓ બાદ દુનિયાભરની ટેક કંપનીઓમાં છટણી ચાલુ રહી છે. અત્યાર સુધીમાં 1,00,000થી વધુ લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. આ નોકરીઓમાં મોટાભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે સંબંધિત કામો સામેલ હતા, કારણ કે કંપનીઓ મોંઘવારી અને ટેરિફના કારણે વધતા ખર્ચ વચ્ચે ખર્ચ ઘટાડવાના રસ્તા શોધી રહી છે, આવા સમયમાં ઓછા કર્મચારીઓ રાખીને AI પર વધુ નિર્ભર થવું કંપનીઓ માટે ટૂંકા ગાળાનો આકર્ષક ઉકેલ બની રહ્યો છે.
છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં છટણીની ગતિ થોડી ધીમી પડી છે, છતાં તેનો અસરકારક પ્રભાવ હજી પણ મોટો છે. અહેવાલ અનુસાર 551 ટેક કંપનીઓમાંથી આશરે 1,22,549 ટેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. સૌથી મોટી છટણીઓમાં TCS, સેલ્સફોર્સ, એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ સામેલ છે, જેમાં કુલ મળીને સેંકડો કર્મચારીઓ પ્રભાવિત થયા છે. કંપનીઓનું કહેવું છે કે વધતા ખર્ચ અને બદલાતા બિઝનેસ મોડલને કારણે તેઓ AIનો વધુ ઉપયોગ કરી રહી છે, જેને કારણે માનવીય કર્મચારીઓની જરૂરિયાત ઘટી રહી છે.
AIને કારણે કઈ કંપનીઓએ નોકરીઓ ઘટાડી?
આ વર્ષે અનેક મોટી ટેક કંપનીઓએ મોટા પાયે છટણીની જાહેરાત કરી છે, જેમાં
એમેઝોન
ઈ-કોમર્સ દિગ્ગજ કંપનીએ ઓક્ટોબરમાં સૌથી મોટી છટણી જાહેર કરી હતી, જેમાં 14,000 કોર્પોરેટ નોકરીઓ ખતમ કરવામાં આવી. કંપની AI સહિતના મોટા રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
માઇક્રોસોફ્ટ
અમેરિકાની ટેક કંપનીએ 2025 સુધીમાં કુલ 15,000 નોકરીઓ ઘટાડીને રિક્ન્સ્ટ્ક્ચરિંગ કર્યું હતું. જુલાઈમાં જાહેર થયેલી તાજેતરની યોજના હેઠળ 9000 કર્મચારીઓ અસરગ્રસ્ત થયા.
TCS
દેશની સૌથી મોટી IT કંપનીએ પોતાના વર્કફોર્સમાં 2 ટકા ઘટાડો (લગભગ 12,000 નોકરીઓ) કરવાની જાહેરાત કરી. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય સીધો AI રિપ્લેસમેન્ટ નહીં, પરંતુ સ્કિલ ગેપ અને બદલાતા બિઝનેસ મોડલને કારણે લેવાયો છે.




