ગાંધીનગર: શહેરના સેક્ટર-22 ખાતે સાર્વજનિક ગણેશોત્સવ રંગ મંચ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. “ગાંધીનગર ચા રાજા”ના આ લોકોત્સવમાં ગણેશજીની આરતી તથા પૂજામાં મુકુલ વાસનિક (પૂર્વ મંત્રી તથા સાંસદ રાજ્ય સભા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી) સાથે અમિત ચાવડા (પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ) ઉપસ્થિત રહ્યા.
ઉષા નાયડુ (પ્રભારી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ), ભૂપેન્દ્ર મારવી (પ્રભારી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ), લાખાભાઈ ભરવાડ (પૂર્વ ધારાસભ્ય), મોહનસિંહ રાજપૂત (મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ) પણ ઉપસ્થિત રહ્યા હતા.
અરવિંદસિંહ સોલંકી(પ્રમુખ, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ)એ આંમત્રણ આપ્યું હતું. શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું તેમજ અન્ય જિલ્લા તથા શહેર સમિતિના હોદ્દેદારો સાથે અનુસૂચિત સમાજના અગ્રણી ચીમનભાઈ વિંઝુડા, મયુરભાઈ મહેતા, ધર્મિષ્ઠાબેન મકવાણા, ગૌતમભાઈ સોલંકી, શહેર તથા હુસૈની કમિટિના આગેવાન યુનુસભાઈ પરમાર, દરિયાખાન સિપાહી, હનીફ શેખ અને ગાંધીનગર નાગરિક કો.ઓ.બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ (દાસભાઈ) તથા અર્બન કો. ઓપ. બેંકના ચેરમેન ચંદુભાઈ એચ. પટેલ તથા ડિરેક્ટર ઉરેનભાઈ એલ.પટેલ, સાકાભાઈ જે.પટેલ, ભરતભાઇ એન. પટેલ, જયંતિભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. સમિતિ દ્વારા સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અહીંના કાર્યક્રમમાં ગાંધીનગર શહેરની વિવિધ સુપ્રસિદ્ધ સાંસ્કૃતિક સંસ્થાઓ નટરાજ એકેડમી, ઝેડ.આર. ડાન્સ એકેડમી, ઝાઝ ડાન્સ ગ્રુપ, પર્લ ડાન્સ એકેડમી, આકાશ ડાન્સ એકેડમી, લય ડાન્સ એકેડમી, પૂજન ડાન્સ એકેડમી, રંગોલી ફાઉન્ડેશન, સરગમ કાળાવૃંદ, રુદ્ર ડાન્સ એકેડમી તથા એમ.આર.ડી.સી. એકેડમી દ્વારા વૈવિધ્યસભર રંગારંગ “લોકનૃત્યોત્સવ” યોજાયો હતો. સૌ નગરજનો અને મહેમાનોએ આ સુંદર નૃત્યોને ખૂબ જ ઉત્સાહપૂર્વક માણ્યા હતા.
આ લોકનૃત્યો દ્વારા ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ અને લોકજીવનની જીવંત છબી મંચ પર પ્રસ્તુત થઈ હતી. જેમાં ક્યારેક ગરબા-ડાંડીયાના તાલે શ્રોતાઓ ઝૂમી ઊઠ્યા તો ક્યારેક લોકગીતોની મીઠાશથી મંત્રમુગ્ધ બની ગયા હતા. સમગ્ર કાર્યક્રમમાં યુવાનોની ઊર્જા, બાળકોનો નિર્દોષ આનંદ અને કલાકારોની અદભૂત કલાત્મકતા ઝળહળી ઊઠી હતી.


