અમદાવાદ: ભાદરવા સુદ ચૌદસ અનંત ચતુર્દશી શુક્રવારની સાંજે ગણેશોત્સવ પૂર્ણ થયો.
ગજાનન ગણપતિના શ્રધ્ધાળુઓએ જુદીજુદી રીતે અને જગ્યાઓ પર વિનાયકને વિદાય આપી.
ગણેશોત્સવ માટે ઘરમાં પાત્રોમાં વિસર્જન થયું. સાર્વજનિક મહોત્સવમાં પધારેલા ગણેશનું ઘર આંગણે કે જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું.
અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે જુદા જુદા વિસ્તારોમાં અને રિવરફ્રન્ટ પર કુંડ તૈયાર કરવામાં આવ્યા. એ સ્થળોએ જ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું.
સાબરમતી રિવરફ્રન્ટ અને ખુલ્લા પ્લોટમાં તૈયાર કરવામાં આવેલા કુંડ તરફ વિસર્જન માટે મુર્તિઓ સાથે જતાં શ્રધ્ધાળુઓ માટે રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
હોમગાર્ડ, પોલીસની સાથે મોટા કુંડ પાસે ફાયર બ્રિગેડના સ્ટાફને મુકવામાં આવ્યો હતો.
વિસર્જનની વ્યવસ્થા માટે કેટલાક રસ્તાઓ પર બેરિકેડ મુકી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)






