હુગલીઃ વડા પ્રધાન મોદી શુક્રવારે સવારે કોલકાતામાં ગંગા નદીના કિનારે પહોંચ્યા હતા. તેમણે ત્યાં હાજર નાવિકો અને સામાન્ય લોકો સાથે પણ મુલાકાત કરી હતી. આ અંગે PM મોદીએ X પર એક પોસ્ટ કરીને માહિતી આપી હતી. PM મોદીએ ગંગા નદીની તસવીરો શેર કરતાં લખ્યું હતું કે દરેક બંગાળી માટે ગંગાનું ખૂબ જ ખાસ સ્થાન છે. એવું કહી શકાય કે ગંગા બંગાળની આત્મામાં વહે છે. તેનું પવિત્ર જળ સમગ્ર સંસ્કૃતિની શાશ્વત ભાવનાને પોતાની સાથે વહન કરે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે આજે સવારે કોલકાતામાં મેં હુગલીના નદી ના કિનારે થોડો સમય વિતાવ્યો. આ માતા ગંગા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર હતો. એ સાથે જ મને નાવ ચલાવનાર મહેનતુ લોકો સાથે મળવાનો મોકો મળ્યો અને સવારે ફરવા આવતા લોકો સાથે પણ મુલાકાત થઈ હતી.
For every Bengali, the Ganga occupies a very special place. One can say that the Ganga flows through the soul of Bengal. Her divine waters carry the timeless spirit of an entire civilisation.
This morning in Kolkata, I spent some time on the banks of the Hooghly river, an… pic.twitter.com/I3Y0gsFl3E
— Narendra Modi (@narendramodi) April 24, 2026
બંગાળમાં પ્રથમ તબક્કામાં રેકોર્ડતોડ મતદાન
ગુરુવારે રાજ્ય માં પ્રથમ તબક્કામાં 152 વિધાનસભા બેઠકો પર મતદાન થયું. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પ્રથમ તબક્કામાં 92.88 ટકા મતદાન નોંધાયું. ભાજપ અને TMC – બન્ને પક્ષોએ તેને પોતાના પક્ષમાં ગણાવ્યું છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે આઝાદી પછીથી પશ્ચિમ બંગાળ માં નોંધાયેલું અત્યાર સુધીનું સર્વાધિક મતદાન પ્રમાણ છે. ચૂંટણી પંચના આંકડા મુજબ રાજ્યમાં આ પહેલાં સૌથી વધુ મતદાન વર્ષ 2011ની વિધાનસભા ચૂંટણી દરમિયાન 84.72 ટકા નોંધાયું હતું. જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે ગુરુવારે થયેલા મતદાનમાં મહિલા મતદાતાઓની સંખ્યા પુરુષોથી વધુ રહી. મહિલા મતદાન ટકા 92.69 રહ્યું, જ્યારે પુરુષ મતદાન ટકા 90.92 રહ્યું. ત્રીજા લિંગના મતદાતાઓની ટકાવારી 56.79 રહી હતી.




