ખરાબ સ્કૂલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષકોની અછતથી જેન આલ્ફા પરેશાન

નવી દિલ્હી: જનરેશન આલ્ફાએ પણ કદાચ જનરેશન ઝી પાસેથી શીખી લીધું છે. હવે તેઓ અલગ-અલગ રાજ્યોની શાળાઓમાં ખરાબ સુવિધાઓ અને શિક્ષકોની અછત સામે રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકારી આંકડાઓ આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. સરકારની UDISE Plus રિપોર્ટ અને એક સંસદીય સમિતિના અહેવાલ અનુસાર  દેશમાં સ્કૂલ શિક્ષણ વ્યવસ્થામાં લગભગ 10 લાખ શિક્ષકોનાં પદ ખાલી છે. લગભગ 95,000 શાળાઓમાં કાર્યરત વીજળીની સુવિધા નથી, જ્યારે 5.42 લાખ શાળાઓમાં કાર્યરત કોમ્પ્યુટર નથી.

જુલાઈમાં જાહેર થયેલા રિપોર્ટ 2025-26માં જણાવવામાં આવ્યું છે કે 4.77 લાખ શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધા નથી, જ્યારે 10.67 લાખ શાળાઓમાં અભ્યાસ માટે કાર્યરત મોબાઇલ ફોન ઉપલબ્ધ નથી.

આ વિરોધ પ્રદર્શનો માત્ર એક રાજ્ય પૂરતાં મર્યાદિત નથી

ઉત્તર પ્રદેશથી બિહાર અને મહારાષ્ટ્રથી રાજસ્થાન સુધી વિદ્યાર્થીઓ સ્કૂલ વ્યવસ્થામાં રહેલી ખામીઓ સામે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનો બાદ રાજ્ય સરકારોએ પણ પગલાં લીધાં છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થીઓના વિરોધ બાદ ઉત્તર પ્રદેશ સરકારે લગભગ 40,000 સરકારી શાળાઓ માટે 14 મુદ્દાની ચેકલિસ્ટ જાહેર કરી છે. તેમાં પીવાનું પાણી, શૌચાલય અને વીજળી જેવી પાયાની સુવિધાઓ સામેલ છે. રાજસ્થાન સરકારે સરકારી શાળાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે ત્રણ વર્ષ માટે રૂ. 12,500 કરોડની યોજના જાહેર કરી છે. વિદ્યાર્થીઓએ ઉઠાવેલી સમસ્યાઓ માત્ર તેમની વ્યક્તિગત ફરિયાદો નથી. સરકારી આંકડાઓમાં પણ આ ખામીઓનો ઉલ્લેખ છે. આ આંકડા તેમની અપેક્ષાઓ અને તેમને મળી રહેલી સુવિધાઓ વચ્ચેના અંતરને દર્શાવે છે.

આમાંથી સરકારી શાળાઓની સંખ્યા 10.05 લાખ, એટલે કે 69 ટકા છે. આ શાળાઓમાં 11.89 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એટલે કે દેશના સ્કૂલ નેટવર્કનો મોટો હિસ્સો સરકારી શાળાઓનો છે. UDISE+ના આંકડા અનુસાર, 1.39 લાખ શાળાઓમાં લાઇબ્રેરી નથી, 2.65 લાખ શાળાઓમાં રમતનું મેદાન નથી, જ્યારે 13.62 લાખ શાળાઓમાં ડિજિટલ લાઇબ્રેરી નથી. બીજી તરફ, 71,959 શાળાઓમાં છોકરીઓ માટે કાર્યરત શૌચાલય નથી, જ્યારે 1.12 લાખ શાળાઓમાં છોકરાઓ માટે કાર્યરત શૌચાલય નથી.