‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ: ૨૭મી ઑગસ્ટે મુખ્યમંત્રી રજૂઆતો સાંભળશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૨૭મી ઑગસ્ટના રોજ રાજ્ય સ્તરીય ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને રાજ્યના નાગરિકોના પ્રશ્નો, સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી તેનું સત્વરે નિવારણ લાવશે.

આ ‘સ્વાગત’ કાર્યક્રમ માટે નાગરિકો પોતાની રજૂઆતો ૨૭મી ઑગસ્ટના રોજ સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને જમા કરાવી શકશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા ‘સ્વાગત’ (State Wide Attention on Grievances by Application of Technology) ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. આ ટેકનોલોજી આધારિત પહલ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી નાગરિકોના પડતર પ્રશ્નોનો ઝડપી અને પારદર્શી ઉકેલ લાવવામાં આવે છે.