“વન નેશન વન ઇલેક્શન” બિલનો ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ

ગાંધીનગર: રાજ્યમાં વન નેશન, વન ઇલેક્શન બિલ (One Nation, One Election Bill) ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટિ (JPS)ની બેઠક યોજાઈ. જેનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress) સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પાર્ટી તરફથી સખત વિરોધ નોંધાવ્યો. તેમનું કહેવું છે, “આ સમગ્ર પ્રક્રિયા પાછળ સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો કેન્દ્ર સરકારનો છુપો એજન્ડો છે. આ બિલ ભારતીય બંધારણની મૂળ ભાવના અને દેશના સંઘીય માળખાની વિરુદ્ધ છે, જે રાજ્યોની સ્વાયત્તતા અને સત્તા પર તરાપ મારે છે.”વધુમાં અમિત ચાવડા (Amit Chavda) એ જણાવ્યું, ચૂંટણીના ખર્ચ અને સરકારી તંત્રની બચતનો જે તર્ક આપવામાં આવે છે તે પણ જમીની હકીકતથી તદ્દન અલગ છે. કારણ કે ચૂંટણી પાછળ થતો ખર્ચ કેન્દ્ર અને રાજ્યોના કુલ બજેટના એક ટકા કરતાં પણ ઓછો છે. તેની સામે, આખા દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા મોટી સંખ્યામાં સુરક્ષાબળ બંદોબસ્ત કરવા અને અબજો રૂપિયાના ખર્ચે નવા EVM તથા VVPAT મશીનો ખરીદવા એ વ્યવહારિક અને આર્થિક બંને દ્રષ્ટિએ અયોગ્ય છે.”

કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે, એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાથી રાષ્ટ્રીય મુદ્દાઓ હાવી થઈ જશે. જેના કારણે સ્થાનિક કક્ષાના પાયાના પ્રશ્નો પર કોઈ ધ્યાન આપશે નહીં.