દિવાળી પર્વ નિમિત્તે ૯ નવેમ્બરે સરકારી કચેરીઓમાં રજા રહેશે

ગાંધીનગર: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આગામી દિવાળીના તહેવારને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૬ના કેલેન્ડર મુજબ ૦૮ નવેમ્બરના રોજ રવિવારે દિવાળી, ૧૦ નવેમ્બરના રોજ મંગળવારે નૂતન વર્ષ તથા ૧૧ નવેમ્બરના રોજ બુધવારે ભાઈબીજની જાહેર રજા છે. આ રજાઓની વચ્ચે ૦૯ નવેમ્બર ૨૦૨૬, સોમવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી.સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વતનમાં પરિવાર સાથે ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ગુજરાત સરકારે ખાસ છૂટછાટ આપી છે. ૦૯ નવેમ્બર ૨૦૨૬, સોમવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશન સહિત) બંધ રહેશે.

આ રજાના બદલામાં આગામી તા. ૨૮ નવેમ્બર ૨૦૨૬, ચોથા શનિવારના રોજ આ તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે. આ હુકમ રાજ્ય સરકારની તમામ કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન તેમજ પંચાયત કચેરીઓને પણ લાગુ પડશે.