ચંડીગઢઃ પંજાબ વિધાનસભા ચૂંટણીને હવે લગભગ ચાર મહિના બાકી છે, પરંતુ તે પહેલાં જ રાજકારણ ગરમાયું છે. પંજાબની ભગવંત માન સરકાર પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા અનેક ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જેમાં સૌથી મોટો મુદ્દો ડ્રગ્સનો છે. પંજાબમાં વધી રહેલા નશાના કારોબારને લઈને ભાજપના શીર્ષ નેતા અમિત શાહે કહ્યું હતું કે તેઓ 2029 સુધીમાં પંજાબમાંથી ડ્રગ્સનો સફાયો કરીને રહેશે અને હવે પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની સત્તા જવાનો સમય આવી ગયો છે.

અમિત શાહના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં શુક્રવારે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને કહ્યું, “અમિત શાહના કહેવાથી કશું થતું નથી, લોકોના કહેવાથી થાય છે.
દેશમાં નશાનો સૌથી મોટો સપ્લાયર ગુજરાત – ભગવંત માન
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પંજાબમાં નશાનો મુદ્દો ઉઠાવવા પર મુખ્ય મંત્રી ભગવંત માને કહ્યું હતું કે કે સૌથી મોટી ડ્રગ કાર્ટેલ તેમના જ કાર્યકાળ દરમિયાન બની હતી. વર્ષ 2007 થી 2017 વચ્ચે જ્યારે અકાલી દળ-ભાજપની સરકાર સત્તામાં હતી, ત્યારે મુખ્ય નશા તસ્કરોએ અનેક મોટા મંત્રીઓનાં નામ લીધાં હતાં. આ એ જ લોકો છે, જેમની સાથે તેઓ હવે કથિત રીતે સોદાબાજી કરી રહ્યા છે. માને કહ્યું હતું કે ગુજરાતમાંથી નશાની ખેપ (જથ્થો) આવી રહી છે. ખુદ અધિકારીઓએ 20,000 કરોડ રૂપિયાના નશીલા પદાર્થો જપ્ત કર્યા હોવાની વાત સ્વીકારી છે. ડ્રોન ભલે પાકિસ્તાનથી સરહદ પાર કરીને આવી શકતા હોય, પરંતુ બંદરોનું શું? ત્યાંથી નશાનો જથ્થો કેવી રીતે પહોંચી રહ્યો છે?
VIDEO | Chandigarh: Punjab Chief Minister Bhagwant Mann vows to intensify the anti-drug campaign and urges Union Home Minister Amit Shah to secure the borders and investigate drug inflows through Gujarat’s ports.
(Source: Bhagwant Mann YT)
(Full video available on PTI Videos – https://t.co/bIyFWTfmBd)
— Press Trust of India (@PTI_News) October 20, 2026
તેમણે કહ્યું હતું કે બંદરો પર કસ્ટમ્સની યોગ્ય પ્રક્રિયાઓ અને સુરક્ષાના પુખ્તા પ્રબંધો હોય છે. જો આ બંદરો પર 3000 કિલોગ્રામનો જથ્થો પહોંચી રહ્યો છે, તો તેનો અર્થ એ છે કે આપણા દેશના સંદર્ભમાં ગુજરાત નશાની આપૂર્તિ કરનારું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે.
પંજાબની આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે પંજાબમાં AAP સરકારના નેતૃત્વમાં જે રીતે નશાનો વેપાર ફૂલ્યો-ફાલ્યો છે, તેને લઈને પંજાબની જનતાએ નક્કી કરી લીધું છે કે આ વખતે ત્યાં NDAની સરકાર બનશે.






