આમીર અને રણવીરને શ્રમદાન કરતાં જોઇને બન્યો ઉત્સાહનો માહોલ

નંદુરબારઃ ગુજરાતની સરહદ પરના નંદુરબારના દહિન્દુલે ગામમાં બોલિવૂડ અભિનેતા આમિર ખાનની હાજરીથી શ્રમદાનના કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જામી ગયો હતો. આમીરની સંસ્થા દ્વારા અહીં શ્રમદાન કાર્યક્રમ ચાલે છે, જેમાં લવરબોય રણબીર કપૂર પણ જોડાયાં હતાં. આમીર શ્રમદાન કરતાં જમીન ખોદી હતી. તો, રણબીર કપૂરે પાવડા અને તગારાથી ખાડામાંથી માટી ખોદી હતી. બોલિવૂડ સ્ટાર્સને આવું કામ કરતાં જોવાં એ અહીં સ્થાનિક લોકો નવું દ્રશ્ય બની રહ્યું હતું.અભિનેતાઓએ બાળકો સાથે હળવાશનો સમય વિતાવતાં બાળકોને ઠંડુ પીણું પીવડાવ્યું હતું. જેની ફોટોગ્રાફી આમીરની પત્ની પત્ની કિરણ રાવે કરી હતી. આમીર અને રણબીરે લોકો સાથે વાતચીત કરીને તેમના પ્રશ્નોના જવાબો પણ આપ્યાં હતાં.નંદુરબાર જિલ્લાના દહિન્દુલે ગામ બાદ તેઓ ઉમર્દે ગામમાં શ્રમદાન કરવાં પહોંચ્યાં હતાં. આ દરમિયાન બપોરે ખેતરમાં ગ્રામજનો સાથે આમીર, કિરણ રાવ, રણવીર કપૂરે ગુજરાતી ભોજનનો આનંદ લીધો હતો. જેમાં કઢી, ખીચડી, અને મકાઈની રોટલીનું ભોજન લીધું હતું.