અમદાવાદ મેરેથોન બહાદુર સૈનિકોને સમર્પિત

અમદાવાદઃ અમદાવાદસ્થિત અદાણી ગ્રુપે હમણાં અદાણી અમદાવાદ મેરેથોનની ચોથી આવૃત્તિ ધ્વજવંદન દ્વારા આપણા બહાદુર સૈનિકોને સમર્પિત કરી હતી. જૂથનો આ એક વાર્ષિક કાર્યક્રમ છે, જે બહાદુર જવાનો  #run4oursoldiers ને સમર્પિત કરવામાં આવ્યો હતો. કોવિડ19ના રોગચાળા છતાં મેરેથોનને મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો.

આ ઇવેન્ટ #Run4OurSoldiersને વર્ચ્યુઅલી રિમોટના જીપીએસ ટ્રેકિંગથી સહભાગીઓ સાથે સંચાલિત કરવામાં આવી હતી.

આ વર્ષે આ મેરેથોન થકી એકત્ર થયેલી આવક પેરાપ્લેજિક રિહેબિલિટેશન સેન્ટર (પીઆરસી)ને દાન આપવામાં આવશે. આ અંતર્ગત પુણેની કિર્કીના પેરાપેલિક રિહેબિલીટેશન સેન્ટરને રૂ. 21 લાખનું દાન આપવામાં આવ્યું. આ સંસ્થા શારીરિક રીતે અક્ષમ સૈનિકોને અને તેમના પરિવારોને મદદ કરે છે.

મેરેથોનને અદાણી ગ્રુપની એગ્રો, ઓઇલ એન્ડ ગેસ કંપનીના એમડી પ્રણવ અદાણીએ લીલી ઝંડી બતાવી હતી. એર માર્શલ એસ. કે. ઘોટિયા, 11 ઇન્ફ્ન્ટ્રી ડિવિઝનના મેજર જનરલ વિજયકુમાર શર્મા સહિત અનેક ઓફિસર હાજર રહ્યા હતા. આ વર્ષે દેશભરમાંથી 100 સૈનિકો સહિત કુલ 4600 સહભાગીઓએ ભાગ લીધો હતો.

એગ્રો, ઓઇલ એન્ડ ગેસના એમડી પ્રણવ શાહે કહ્યું હતું કે અદાણી અમદાવાદ મેરેથોન વર્ચ્યુઅલ રીતે પણ યોજાઈ એ અમારા માટે ગર્વની ક્ષણ છે. અમારા માટે આ વાર્ષિક મેરેથોન વિશેષ છે, કેમ કે એ અમારા સૈનિકોને શ્રદ્ધાંજલિ નથી આપતા, પરંતુ અમે પુણેમાં ક્રિર્કીના પેરાપ્લેજિક રિહેબિલિટેશન સેન્ટરને પણ ટેકો પૂરો પાડ્યો છે.

આ હાફ મેરેથોનમાં ડિફેન્સ કેટેગરીમાં રાજુ ઓરાઓન, મનજિત સિંહ અને જી. કે. રામુ, અર્જુન પ્રધાન, ચેઇન સિંહ અને રાજેશ સિંહ ચૌહાણ વિજેતા બન્યા હતા.