Facebook Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Gujarat CGSTના અધિકારીને ACBએ લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો
  • News
  • Gujarat

CGSTના અધિકારીને ACBએ લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો

October 3, 2024
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    અમદાવાદ: એસીબીના સ્ટાફે ગાંધી જંયતિના દિવસે જ સેન્ટ્રલ જીએસટીના ઇન્સ્પેક્ટરને રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. આ કેસના ફરિયાદી હાઉસ કિંપીંગની એજન્સી ધરાવે છે અને તેમણે સર્વિસ ટેક્સ ભર્યો ન હોવાથી એજન્સીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. જે અનફ્રીઝ કરવાના બદલામાં સેન્ટ્લ જીએસટીના ઇન્સ્પેક્ટરે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. જે અનુસંધાનમાં ફરિયાદ કરવામાં આવતા એસીબીએ ચાંદખેડામાં ટ્રેપ ગોઠવીને ઝડપી લીધા હતા.

    આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ચાંદખેડામાં રહેતા એક વ્યક્તિ તેમની માતાના નામે હાઉસ કિપીંગ સર્વિસની એજન્સી ધરાવે છે. તેમણે વર્ષ 2014 થી 2017 દરમિયાન સેન્ટ્રલ જીએસટીમાં સર્વિસ ટેક્સ ભર્યો નહોતો. જેથી તેમને નોટીસ ઇસ્યૂ કરીને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. જેથી ફરિયાદી અપીલમાં ગયા ત્યારે સેન્ટ્રલ જીએસટી વિભાગના ઇન્સ્પેક્ટર ઘનશ્યામ ધોલપુરિયાએ એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એન્ક્લોઝર નંબર આપવાના બદલામાં રૂપિયા 10 હજારની લાંચ માંગી હતી.  જે અંગે ફરિયાદીએ અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરતા ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેશન પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં ઇન્સ્પેક્ટર ઘનશ્યામ ધોલપુરિયાને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. આ અંગે એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

    • TAGS
    • ACB trap
    • Ahmedabad bribery case
    • CGST inspector arrested
    • Chandkheda trap
    • corruption crackdown
    • frozen bank account
    • service tax fraud
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous article‘મધ્ય પૂર્વમાં જે થઈ રહ્યું છે તે સામૂહિક નરસંહાર…’ : કતાર
      Next articleચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપને મોટો ફટકો
      tejas

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      IPS પિયુષ પટેલની ACB ડિરેક્ટર તરીકે નિમણૂક

      Recent Posts

      • રસ્તાઓ પર નમાજ સાંખી લેવામાં નહીં આવેઃ યોગીની ચેતવણી
      • ‘કોકટેલ 2’ ની ગીત લોન્ચ ઈવેન્ટમાં શાહિદ, રશ્મિકા અને કૃતિની મસ્તી જુઓ
      • દેશની પહેલી ‘ડિજિટલ જનગણના’: 1 જૂનથી ગણતરીદાર આવશે તમારા ઘરે
      • ED દ્વારા આપ નેતા દીપક સિંગલાની ધરપકડઃ રૂ. 180 કરોડની બેન્ક છેતરપિંડી મામલો
      • ઓઇલ પછી હવે વિશ્વનું ‘ઇન્ટરનેટ શટડાઉન’ કરવાની તૈયારીમાં ઈરાન?

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa