અમદાવાદઃ દુર્ગા પૂજા સાથે બંગાળની સંસ્કૃતિની રજૂઆત

નવરાત્રિમાં શક્તિની ઉપાસના પ્રાંત રાજ્ય અને દેશ અનુસાર જુદી જુદી રીતે થાય છે. શક્તિની ભક્તિના માધ્યમ અને રીતે જુદા છે, માતાજીના અનેક સ્વરૂપનું પૂજન થાય છે. આસો સુદ આઠમનું નવરાત્રિ દુર્ગાષ્ટમી મહત્વ નવરાત્રિમાં વિશેષ હોય છે.

ભારત આખાયમાં પ્રાંત, સમાજ, રિવાજ, અને પરંપરા અનુસાર નવરાત્રિ મહોત્સવ અને શક્તિની આરાધના થાય છે. ગુજરાતમાં રાસ ગરબા બેઠા ગરબા માંડવી સાથે શક્તિની આરાધના થાય. જ્યારે દેશમાં પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, ઝારખંડ, મણિપુર, ઓડિસા અને ત્રિપુરામાં મોટા પ્રમાણમાં લોકો દુર્ગા પૂજાની ઉજવણી કરે છે.

દુર્ગા પૂજાનું પર્વ રાક્ષસ મહિસાસુરના દેવી દુર્ગાએ કરેલા વધ પછી ને અસુરો પરના વિજયની ઉજવણીના ભાગરૂપે મનાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું મહત્વ સૌથી વધારે છે. બંગાળ અને બીજા પ્રાંતના લોકો જે મા દુર્ગાની પૂજા-અર્ચના કરતાં હોય એ તમામ લોકો પંડાલ બનાવી દુર્ગા પૂજા ધામધૂમથી ઊજવે છે.

અમદાવાદમાં પણ જ્યાં જ્યાં બંગાળી સમાજના લોકો વસે છે ત્યાં દુર્ગા પૂજાના પંડાલમાં દુર્ગા પૂજા માટે લોકો એકત્રિત થાય છે. શહેરના સાબરમતી, વસ્ત્રાપુર, જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી સહિત અનેક સ્થળોએ બંગાળી સમાજ દ્વારા વિશાળ મંડપમાં મોટી સંખ્યામાં એકઠા થઇ પૂજા અર્ચના કરવામાં આવે છે. કેટલાક સ્થળોએ બંગાળી વાનગીઓ, ચીજવસ્તુઓના સ્ટોલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં વિશાળ પંડાલોમાં દુર્ગા પૂજાના આયોજન દ્વારા માં દુર્ગાની આરાધના કરવામાં આવી રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)