સરકાર પશુધનના કલ્યાણ માટે પ્રતિબદ્ધઃ વિજય રૂપાણી

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને સોમવારે ગાંધીનગરમા આયોજિત એક સમારોહમાં 85 કિલોગ્રામ ચાંદીથી તોલવામાં આવ્યા હતા. તેમણે એક જાહેરાતમાં કહ્યું હતું કે રૂપાણીએ ગાય સહિત આશ્રયમાં પશુઓના કલ્યાણ માટે ચાંદી દાન કરી હતી. સમસ્ત મહાજન ટ્રસ્ટના રજત તુલાના કાર્યક્રમના આયોજનમાં તેમણે આ વાત કરી હતી. રાજ્ય સરકાર પશુધનના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને 12 વર્ષની સજા સાથે ગૌહત્યા સામે કડક કાનૂન બનાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકારે પતંગોત્સવ દરમ્યાન કરુણા અભિયાન કાર્યક્રમ શરૂ કર્યો હતો, જે કાર્યક્રમ હેઠળ પક્ષીઓની સારવાર માટે 350 મોબાઇલ વેટરનરી વેન્સ અને ગાયના આશ્રયોને સહાયતા શરૂ કરી હતી.

આ રીતે સરકાર ગાયના આશ્રય, પાંજરાપોળ અને ગાયને ખાવા માટે ચારો ઉગાડવામાં મદદ કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું. આ જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે રૂપાણીએ બનાસકાંઠા અને મહેસાણામાં ગાયોના પાલન માટે ઓનલાઇન ‘ગૌચર’નું ઉદઘાટન કર્યું હતું.