સરકારી હોસ્પિટલોમાં વેન્ટિલેટરના અભાવને લઈને ઝાટકણી

અમદાવાદ- સરકારી હોસ્પિટલોમાં વેન્ટિલેટરના અભાવને લઈને હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. વેન્ટિલેટર મામલે હાઈકોર્ટે કોર્ટે સિવિલ હોસ્પિટલ પાસે જવાબ માગ્યો છે. આ ઉપરાંત કોર્ટે હોસ્પિટલમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓને લઈને પણ જાણકારી માગી છે. કોર્ટે સરકારને ૩ મે સુધી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

સરકારી હોસ્પિટલોમાં વેન્ટિલેટરના અભાવને લઈને હાઈકોર્ટેમાં સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી. વકીલે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, હાલ સરકારી હોસ્પિટલોમાં  જરૂરિયાત કરતાં માત્ર ૫૦ ટકા વેન્ટિલેટર જ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં જેટલા બેડ હોય તેના ૧૦ ટકા વેન્ટિલેટર હોવા જોઈએ, જો કે તેવું નથી. મહત્વનું છે કે, અસારવા સિવિલમાં વેન્ટિલેટરનાં અભાવને કારણે એક મહિલા દર્દીનું મોત થયું હતું.