જિગ્નેશ મેવાણી અને અન્ય 18 જણને છ મહિનાની કેદની સજા

અમદાવાદઃ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમને વધુ એક કેસમાં છ મહિનાની જેલની સજા સંભાળવવામાં આવી છે. કોર્ટે છ વર્ષ પહેલાં એટલે કે 2016માં ગુજરાત યુનિવર્સિટીના નામ બદલવાને મુદ્દે તોડફોડ કડક વલણ અપનાવ્યું છે. તેમની સાથે 20 આરોપીઓ દોષી માલૂમ પડ્યા હતા. કોર્ટે આ મામલે અલગ-અલગ સજાનું એલાન કર્યું છે. આ ત્રણ કેસોમાં એકમાં છ મહિનાની કેસ, બીજા કેસમાં રૂ. 500 અને ત્રીજા મામલે રૂ. 100નો દંડ ફટકાર્યો છે. મેવાણી સાથે અન્ય 18 આરોપીઓને પણ છ મહિનાની કેદની સજા ફરમાવવામાં આવી છે.

અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે યુનિવર્સિટી કેમ્પ્સમાં તોડફોડ મામલે કુલ 20 લોકોને દોષિત ઠેરવ્યા છે. જેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરિયા સહિત 20 આરોપીઓનો સમાવેશ થાય છે. જોકે એક આરોપીનું મોત થયું છે. કોર્ટે તેમને છ મહિનાની સજા ઉપરાંડ દંડ ફટકાર્યો છે.

વર્ષ 2016માં યુનિવર્સિટીમાં બની રહેલા કાયદા ભવનને ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ આપવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો અને તે મામલે જ તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે આજે કોર્ટે સજાની સંભળાવી છે.