ગુજરાતના આ 2 સાંસદોનું મોદી કેબિનેટ માટે નામ ફાઈનલ, ત્રીજાની ચર્ચા

અમદાવાદ- રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આજે સાંજે નરેન્દ્ર મોદી સરકારના ભવ્ય શપથ ગ્રહણ સમારોહની તૈયારી પૂર્ણ થઇ ચૂકી છે. મોદી કેબિનેટમાં કોણ કોણ હશે અને તેમને કયું મંત્રાલય સોંપવામાં આવશે તેને લઇને રાજકારણના વિશ્લેષકોમાં ઉત્સુકતા બની રહી છે.

આજે છેલ્લી ઘડીએ યોજાયેલ મોદી-અમિત શાહની બેઠકમાં ગુજરાતના પ્રધાનોની પસંદગીને લઇને બદલાવ આવ્યો છે. બેઠકમાં જૂના પ્રધાનોને જ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે ગુજરાતના પુરુસોત્તમ રૂપાલા અને મનસુખ માડવીયાને કેન્દ્રમાં પ્રધાનપદ મળશે. રાજ્યમાંથી મનસુખ માંડવિયા અને રૂપાલાના નામ ફાઈનલ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત મનસુખ વસાવાનું નામ પણ યાદીમાં શામેલ હોવાની ચર્ચા જોરમાં છે.

નરેન્દ્ર મોદીના મંત્રીમંડળને લઇને સ્થિતિ સ્પષ્ટ બની રહી છે. આપને જણાવીએ કે જે નેતાઓ શપથ લેવાના છે એમને ફોન દ્વારા જણાવાઇ રહ્યું છે. તમામને સાંજે ચાર વાગ્યે પીએમ આવાસે પહોંચવા જણાવ્યું છે.ત્યારે મનસુખ માં઼વિયા સાઈકલ ચલાવીને રાષ્ટ્રપતિ ભવન જવાના છે.