‘વેસ્ટમાંથી બેસ્ટ’ની મિશાલ રજૂ કરતી સુરત પાલિકા

સુરતઃ સુરત શહેરને કાપડ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે. અહીં કાપડ ઉદ્યોગને ઉત્પાદન પ્રક્રિયા માટે પ્રતિદિન લાખો લિટર પાણીની જરૂર પડે છે. પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ મહત્ત્વનું ટેક્સટાઇલ ક્લસ્ટર છે. અહીં 125થી વધુ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ યુનિટ કાર્યરત છે. આ કંપનીઓને દૈનિક ધોરણે 60 MLD પાણીની જરૂર પડે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બમરોલીમાં વર્ષ 2017થી અત્યાધુનિક ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ (TTP) કામ કરી રહ્યો છે.

અહીં 40 MLDની ક્ષમતાવાળો પ્લાન્ટ દૂષિત જળને વાપરવા યોગ્ય પાણીમાં પરિવર્તિત કરે છે, જેનો ઉપયોગ ઓદ્યૌગિક એકમો માટે કરી શકાય છે. આ પ્લાન્ટ રેતી ફિલ્ટરેશન, ડિસ્ક ફિલ્ટરેશન, અલ્ટ્રા ફિલ્ટરેશન અને રિવર્સ ઓસ્મોસિસ અને સક્રિય કાર્બન ફિલ્ટર ટેક્નિકથી લેસ છે, જે પ્રતિદિન 100 MLD વેસ્ટ વોટરમાંથી 40 MLD વાપરવા યોગ્ય પાણી બનાવે છે. આ પાણી પાંડેસરાક ઓદ્યૌગિક સંસ્થાઓને વાજબી કિંમતે વેચવામાં આવે છે. ‘વેસ્ટમાંથી બેસ્ટ’ની મિશાલ રજૂ કરતા સુરત મહાનગરપાલિકા વધારાની કમાણી કરી રહી છે.