અમેરિકાના મિસિસિપીમાં 8 જુલાઈ ‘ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ’ તરીકે જાહેર

અમેરિકાના મિસિસિપી રાજ્યના જેક્સન શહેરમાં એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી. જેક્સન શહેરના મેયર જૉન હોર્ને 8 જુલાઈ, 2026ના દિવસને સત્તાવાર રીતે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ તરીકે જાહેર કર્યો છે.

‘ધ હિલ્ટન’ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં એક હજારથી વધુ અગ્રણી નાગરિકો અને લોકોની હાજરીમાં આ વિશેષ જાહેરાત કરવામાં આવી હતી.

આ સન્માન ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા વિશ્વભરના અસંખ્ય લોકોને પ્રામાણિકતા, કરુણા અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યો પર આધારિત જીવન જીવવા માટે પ્રેરિત કરવાના અમૂલ્ય યોગદાન અને પ્રેરણાદાયી નેતૃત્વના આદરમાં આપવામાં આવ્યું છે.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે મેયર જૉન હોર્ને કહ્યું હતું કે, આ જાહેરનામા દ્વારા જેક્સન શહેરના તમામ નાગરિકોને ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીના વર્ષો સુધીના નિઃસ્વાર્થ સેવાકાર્ય, પ્રેરણાદાયી નેતૃત્વ અને માનવતાલક્ષી પ્રદાનને ઓળખવા તથા તેની ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

 

વૈશ્વિક સ્તરે માનવ કલ્યાણ અને નૈતિક મૂલ્યોનો પ્રસાર કરનાર ભારતીય સંતની આ આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ પ્રશંસનીય છે.