2.93 લાખ કેસોએ નવેમ્બરમાં કુલ 14.81 કરોડની આવક રળી આપી

અમદાવાદઃ નવેમ્બરમાં ચલાવવામાં આવેલી એક ખાસ ઝૂંબેશ થકી પશ્ચિમ રેલવેને 14.81 કરોડની આવક કરાવી છે. વિના ટિકિટ મુસાફરી કરનારાઓને પકડવાની વ્યાપક ઝૂંબેશ હેઠળ રૂ. 14.81 કરોડના 2.93 લાખ કેસનો સમાવેશ થઈ છે

પશ્ચિમ રેલવે દ્વારા ટિકિટ / અનિયમિત ટિકિટો વિના મુસાફરી કરનારા લોકોની ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. પરિણામે, અંદાજિત 2.93 લાખ મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરતાં ઝડપાયાં હતાં. આ કિસ્સાઓમાં રૂ. 14.81 કરોડ દંડ મેળવ્યો હતો, જે પાછલા વર્ષના સમયગાળા દરમિયાન લાદવામાં આવેલા દંડ કરતા 95.30 ટકા વધારે છે. આ ઉપરાંત, 245 ભીખારીઓ અને 520 અનધિકૃત હૉકર્સને રેલવે પર પેનલ્ટી વસૂલ કરીને સ્ટેશનમાંથી બહાર કરવામાં આવ્યા હતા અને 80 લોકોને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

મુખ્ય જનસંપર્ક પશ્ચિમ રેલવે ઓફિસર રવિન્દર બક્ર દ્વારા અપાયેલી માહિતી મુજબ નવેમ્બરમાં દલાલો અને અસામાજિક તત્વો સામે પશ્ચિમ રેલવે ઓફ કોમર્સ વિભાગ દ્વારા પગલાં લેતાં 241 તપાસ હાથ ધરવામાં આવી જેના. પરિણામે, 188 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રેલ્વે એક્ટના વિવિધ વિભાગો હેઠળ તેઓને દંડ કરવામાં આવ્યો હતો. રેલવે સુરક્ષા ટીમ દ્વારા 12 વર્ષથી વધુ ઉંમરના 41 બાળકો જેઓ ઉપનગરીય ટ્રેનના મહિલા કોચમાં મુસાફરી કરતા હતા, તેમને પણ ત્યાંથી દૂર કરવામાં આવ્યાં હતા.

પશ્ચિમ રેલવે દ્વારા નિયમિત ટિકિટ વગર મુસાફરી કરનારા લોકો સામે કડક પગલાં લેવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.  વેસ્ટ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા બિનટિકિટ મુસાફરીને લીધે ઘટતી નિયમિત આવકની દેખરેખ અને આના જેવી અન્ય અનિયમિતતાઓને મામલે કડક કાર્યવાહી કરવામાં આવે છે.ફાઈલ ચિત્ર

મુસાફરોને પશ્ચિમ રેલવે દ્વારા યોગ્ય ટિકિટ ખરીદવા અને આદર સાથે યાત્રા કરવા વિનંતી કરવામાં આવી છે.