મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે વિવિધ વિસ્તારોમાં વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરે છે. મુંબઈમાં કલાપ્રેમીઓ દ્વારા અવાર-નવાર સાહિત્યિક સમારોહ યોજાતા હોય છે.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ‘ઝરૂખો’નામે વિશેષ કાર્યક્રમ યોજાતો હોય છે. સામાન્ય રીતે કાર્યક્રમમાં વિવિધ સાહિત્યિક વિષય પર પ્રસ્તિત થાય છે. આ વખતે આગામી 21 ડિસેમ્બર, રવિવારના રોજ સાંજે મરાઠી-ગુજરાતી અનુસંધાન શ્રેણીમાં `શેઠ સગાળશા આણિ કુંવર ચેલૈયો’ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

શ્રી સાઈલીલા વેલફેર ટ્રસ્ટ-ઝરૂખો અને હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટના સહયોગમાં આયોજિત આ કાર્યક્રમમાં ભાનુભાઈ વોરા ગુજરાતી લોકકથા અને ડૉ. મોનિકા ઠક્કર મરાઠી લોકકથા વિશે વક્તવ્ય આપશે. લોકગીતોની સંગીતમય પ્રસ્તુતિ સંગીતા મૂળે રાજાપુરકર કરશે, જેમાં વાદ્યસંગત પ્રતીક શાહ અને હેમાંગ વ્યાસની છે. કાર્યક્રમના સંચાલક તરીકે સ્નેહલ મુઝુમદાર અને સંયોજક સંજય પંડ્યા ફરજ બજાવશે.
‘ઝરૂખો’ કાર્યક્રમનું આયોજન સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી (પશ્ચિમ) ખાતે કરવામાં આવ્યું છે. ઈચ્છુક દરેક કલારસિક અને સાહિત્યપ્રેમી તથા જાહેર જનતા આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.




