નવી દિલ્હી: ભારતીય AI સ્ટાર્ટઅપ Sypha.aiના સ્થાપક અને CEO એવા યુવાન ગુજરાતી શોન ચૌહાણને ખાસ સન્માન મળ્યું છે. ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026ના ભાગરૂપે 20 ફેબ્રુઆરી, 2026ના રોજ દિલ્હીમાં સેવા તીર્થ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાએલ CEO રાઉન્ડટેબલમાં એમણે ભાગ લીધો હતો. 
શોન ચૌહાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી અને તેમની કંપની Sypha.ai દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી વિશે માહિતી આપી, ખાસ કરીને વાઇબ કોડિંગ (vibe coding) અને અન્ય AI-આધારિત કોડિંગ ટૂલ્સ વિશે વાત કરી. આ રાઉન્ડટેબલમાં AI અને ડીપટેક સ્ટાર્ટઅપ્સના CEOsને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં હેલ્થકેર, એગ્રીકલ્ચર, સ્પેસ અને સોશિયલ એન્ટરપ્રાઇઝ જેવા ક્ષેત્રોમાં AIના ઉપયોગ પર ચર્ચા થઈ.
શોન ચૌહાણે X (ટ્વિટર) પર પોતાની આ અનુભૂતિ શેર કરતા લખ્યું કે, “હજુ પણ પ્રોસેસિંગમાં છું. પીએમ મોદીજી સાથે વાત કરવાનું સૌભાગ્ય મળ્યું. Sypha.ai વિશે, ન્યૂયોર્કની જોબ છોડીને ભારત પરત ફરવા વિશે અને ભારતના AI કોડિંગ એજન્ટ તરીકે બિલ્ડ કરવા વિશે જણાવ્યું. ભારતનો સમય આવી ગયો છે.”
આ ઘટના ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન થઈ, જેમાં વૈશ્વિક AI લીડર્સ, CEOs અને નેતાઓએ ભાગ લીધો હતો. Sypha.ai એક પ્રાઇવસી-ફર્સ્ટ AI કોડિંગ ટૂલ વિકસાવે છે, જે ડેવલપર્સને ઝડપથી અને સુરક્ષિત રીતે કોડ જનરેટ કરવામાં મદદ કરે છે.




