આટલા કરોડની સંપત્તિ છોડી ગયા છે હી-મેન ધર્મેન્દ્ર, જાણો…

મુંબઈઃ ધર્મેન્દ્ર માત્ર સફળ અભિનેતા જ નહોતાં, પરંતુ એક ખૂબ જ સફળ બિઝનેસમેન પણ હતા. તેમણે રેસ્ટોરાંથી લઈને હોસ્પિટલ ક્ષેત્ર સુધીના વિવિધ બિઝનેસમાં રોકાણ કર્યું હતું. તેમણે ‘ગરમ ધરમ ઢાબા’ નામથી એક સફળ રેસ્ટોરાં ચેનની શરૂઆત કરી, જે આજે એક મોટી બ્રાન્ડ બની ગઈ છે. તેમણે સાબિત કર્યું કે જેમ તેઓ પડદા પર હી-મેન હતા, તેમ જ બિઝનેસ જગતમાં પણ તેઓ મોટા ખેલાડી હતા.

આજે 89 વર્ષની વયે ધર્મેન્દ્ર આ દુનિયાને અલવિદા કહી ગયા છે. તેમણે પોતાની પાછળ અનેક કરોડોની મિલકત છોડીને ગયા છે. ચાલો જાણીએ, કે તેમની કુલ સંપત્તિ કેટલી હતી.

ધર્મેન્દ્રની કુલ સંપત્તિ

ધર્મેન્દ્રની કુલ સંપત્તિ રૂ. 450 કરોડ રૂપિયાની આસપાસ છે. 1960, 70 અને 80ના દાયકામાં લીડ એક્ટર તરીકે ફિલ્મો કરતા હતા. તેમની પહેલી ફિલ્મ ‘દિલ પણ તેરા, હમ પણ તેરે’ માટે તેમને માત્ર 51 રૂપિયા મળ્યા હતા. તેમની સંપત્તિનો મોટો ભાગ રિયલ એસ્ટેટમાં છે. મહારાષ્ટ્રના લોનાવાલામાં તેમનું 100 એકરનું ફાર્મહાઉસ છે, જે કરોડો રૂપિયાનું છે અને તેમની નેટવર્થનો મહત્વનો હિસ્સો છે.

તેમની સંપત્તિ અંદાજ મુજબ

  • ધર્મેન્દ્રની કુલ સંપત્તિ 335થી 450 કરોડ રૂપિયા વચ્ચે આંકવામાં આવે છે.
  • તેમની સૌથી મૂલ્યવાન એસેટ છે. 100 એકરનું લોનાવાલાનું ફાર્મહાઉસ.
  • તેમની પાસે 17 કરોડ રૂપિયાની મહારાષ્ટ્રમાં પ્રોપર્ટી પણ છે.
  • તેમણે 88 લાખ રૂપિયા અને 52 લાખ રૂપિયાથી વધુ કૃષિ અને બિનકૃષિ જમીનમાં પણ રોકાણ કર્યું હતું.
  • ધર્મેન્દ્રએ તેમના લોનાવાલા ફાર્મહાઉસ નજીક 12 એકર જમીન પર 30 કોટેજવાળો રિસોર્ટ બનાવવા માટે રેસ્ટોરાં કંપની સાથે ભાગીદારી કરી હતી.
  • તેમણે ગરમ ધરમ ઢાબા અને પછી કર્નાલ હાઈવે પર “He-Man” રેસ્ટોરાં શરૂ કરી હતી, જેથી તેમની આવકમાં ભારે વધારો થયો હતો.

ધર્મેન્દ્રનું લક્ઝરી કાર કલેક્શન

ફાર્મહાઉસ સિવાય ધર્મેન્દ્ર શાનદાર કાર કલેક્શન માટે પણ ખૂબ જાણીતા હતા. તેમની લક્ઝરી કારોમાં સામેલ છે—

મર્સિડીઝ-બેન્ઝ S-ક્લાસ

મર્સિડીઝ-બેન્ઝ SL500

લેન્ડ રોવર રેન્જ રોવર