અમદાવાદઃ હાઇ-ટેક એન્જિનિયર્સ લિમિટેડે જાહેરાત કરી હતી કે કંપનીનો IPO સોમવાર, 24 ઓગસ્ટે ખૂલશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ગુરુવાર, 27 ઓગસ્ટે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડિંગની તારીખ શુક્રવાર, 21 ઓગસ્ટ છે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 50થી રૂ. 53 નક્કી કરવામાં આવી છે. બિડ ઓછામાં ઓછા 283 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 283 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.

કંપનીના ઓફરમાં કુલ રૂ. 600 મિલિયન (રૂ. 60 કરોડ) સુધીનો ફ્રેશ ઇશ્યુ અને હાલના શેરધારકો દ્વારા 1,42,89,450 ઇક્વિટી શેર સુધીની ઓફર ફોર સેલ સામેલ છે. આમાં હેમંત તુકારામ મોંડકર દ્વારા 89,80,961 ઇક્વિટી શેર સુધી અને શ્રીમતી સુરેખા હેમંત મોંડકર દ્વારા 53,08,489 ઇક્વિટી શેર સુધીના શેરનો સમાવેશ થાય છે. કંપનીના ઇશ્યુનું કુલ કદ રૂ. 136 કરોડ છે. કંપની વિવિધ ઔદ્યોગિક ઉપયોગો માટે હાઇડ્રોલિક ફિટિંગ્સની ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપની સ્થાનિક તેમ જ આંતરરાષ્ટ્રીય બજારોમાં બિઝનેસ-ટુ-બિઝનેસ (બીટુબી) મોડલ હેઠળ કામ કરે છે અને ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM) તેમ જ અન્ય ઔદ્યોગિક ગ્રાહકોને સેવા આપે છે. ચાર દાયકાથી વધુનો કાર્યકારી અનુભવ ધરાવતી હાય-ટેક હાલમાં ભારતમાં છ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ ધરાવે છે. આ એકમો થાણે, શિરવાલ (સતારા), કાવથે (સાતારા), નાશિક અને મધ્ય પ્રદેશના પીથમપુરમાં આવેલા બે એકમોનો સમાવેશ થાય છે.
Hy-tech Engineers Limited IPO Anchor Book
Good Names for a 40 Cr book👍
Investors Include :
▪︎ WhiteOak Capital
▪︎ Winro Commercial India
▪︎ Ashika Global Finance
▪︎ Varanium Dynamic trust pic.twitter.com/nT4b5Mp3zU— Tanmay 🇮🇳 (@Tanmay_31_) August 21, 2026
કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સ્ટાન્ડર્ડ હાઇડ્રોલિક ફિટિંગ્સ, જેમાં ડીઆઈએન-મેટ્રિક ફિટિંગ્સ, જેઆઈસી ફ્લેર્ડ અને ફ્લેરલેસ ફિટિંગ્સ, O-Ring Face Seal (ORFS) ફિટિંગ્સ અને કન્વર્ઝન ફિટિંગ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રાહકોની જરૂરિયાત અને સ્પેસિફિકેશન મુજબ તૈયાર કરવામાં આવતા ફિટિંગ્સ પણ કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સામેલ છે. 31 માર્ચ, 2026 સુધીમાં હાય-ટેકના પોર્ટફોલિયોમાં હાઇડ્રોલિક ફિટિંગ્સના 11,000થી વધુ સ્ટોક કીપિંગ યુનિટ્સ (એસકેયુ) હતા. હાય-ટેક આંતરરાષ્ટ્રીય સ્તરે હાજરી પણ ધરાવે છે અને કંપની અમેરિકા, બેલ્જિયમ, પોલેન્ડ, રશિયા, બ્રાઝિલ, ઇટાલી, સાઉદી અરેબિયા, હંગેરી, યુએઈ, થાઇલેન્ડ અને જર્મની જેવા બજારોમાં પોતાની પ્રોડક્ટ્સ પૂરી પાડે છે.
31 માર્ચ, 2026ના રોજ પૂરા થયેલા સમયગાળા માટે કંપનીએ રૂ. 189.40 કરોડની ઓપરેટિંગ આવક નોંધાવી હતી, જે નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીના વ્યવસાયમાં સતત ગતિ દર્શાવે છે. કંપનીએ રૂ. 41.68 કરોડની એબિટા અને રૂ. 22.59 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. આ કંપનીના નાણાકીય પ્રદર્શન તેમ જ કાર્યકારી કાર્યક્ષમતા અને ટકાઉ વૃદ્ધિ પરના તેના ધ્યાનને દર્શાવે છે.

સેબી ICDR નિયમોના નિયમન 6(1)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે કરવામાં આવી રહી છે, જેમાં ઓફરના મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs)ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે. કંપનીના ઇક્વિટી શેરોને BSE અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફરના હેતુ માટે એનએસઈને નિયુક્ત સ્ટોક એક્સચેન્જ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ન્યુ બેરી કેપિટલ્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર (“BRLM”) છે.




