હાઈકોર્ટનો આંચકોઃ નેહા બોરાએ પીસ બોન્ડ પર ભરવાં જ પડશે

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે આઈસા (AISA) નેતા નેહા બોરાની એ અરજી ફગાવી દીધી, જેમાં તેણે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ (SEM કોર્ટ) દ્વારા આપવામાં આવેલી નોટિસને પડકારી હતી. આ નોટિસમાં તપાસ દરમિયાન શાંતિ જાળવવા માટે તેમને 10,000 રૂપિયાનો બોન્ડ ભરવા અને એક જામીનદાર રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે કોર્ટે મેજિસ્ટ્રેટને કેટલાક નિર્દેશો પણ આપ્યા છે, જેમાં નેહા બોરાને તમામ સંબંધિત દસ્તાવેજો અને સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે. ચુકાદો સંભળાવતાં ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદે કહ્યું હતું  કે હું આ તબક્કે આ રિટ અરજી ફગાવી રહ્યો છું.

નેહા બોરાએ પીસ બોન્ડ ભરવાં જ પડશે

ચૂંટણી પંચ વિરુદ્ધ વિરોધ માર્ચ દરમિયાન નેહા બોરાને SEM કોર્ટ તરફથી નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસમાં તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા અને શાંતિ જાળવવા માટે 10,000 રૂપિયાનો પીસ બોન્ડ ભરવાં જણાવવામાં આવ્યું હતું. નેહા બોરાએ આ નોટિસને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી. જોકે કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. હવે નેહા બોરાએ 10,000 રૂપિયાનો પીસ બોન્ડ ભરવો પડશે. નેહા બોરાને 16 ઓક્ટોબરે ત્યારે અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં, જ્યારે તે CJPની ‘લહેરા દો તિરંગા’ માર્ચમાં સામેલ થવા જઈ રહી હતી. તેના બીજા દિવસે, 17 ઓક્ટોબરે તેને મુક્ત કરવામાં આવી હતી.

ક્યારે ભરાવવામાં આવે છે પીસ બોન્ડ?

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 126 SEMને આવી પરિસ્થિતિમાં બોન્ડ ભરાવવાની સત્તા આપે છે, જ્યારે વિશ્વસનીય માહિતી હોય કે કોઈ વ્યક્તિ શાંતિ ભંગ કરી શકે છે, જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે અથવા એવું કોઈ ખોટું કૃત્ય કરી શકે છે, જેને કારણે અશાંતિ ફેલાઈ શકે છે.

શું હોય છે પીસ બોન્ડ?

પીસ બોન્ડની જોગવાઈ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 126માં કરવામાં આવી છે. આ જોગવાઈનો ઉપયોગ કોઈ ગુનાની સજા આપવા માટે નહીં, પરંતુ નિવારક પગલાં તરીકે કરવામાં આવે છે.