અમેરિકા–ઈરાન યુદ્ધની અસર: બાસમતી ચોખાના ભાવમાં 7–10 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ અમેરિકા–ઈરાન યુદ્ધનો અસર માત્ર તેલ કંપનીઓ સુધી મર્યાદિત નથી રહ્યો. હવે તેની અસર ભારતના બાસમતી ચોખાના બજાર પર પણ જોવા મળી રહી છે છેલ્લા 72 કલાકમાં આ પ્રીમિયમ અનાજના ભાવમાં લગભગ 7–10 ટકા સુધી ઘટાડોનો નોંધાયો છે. તેનું મુખ્ય કારણ મધ્ય-પૂર્વ (Middle East) તરફ થતો નિકાસ અવરોધિત થવો છે, કારણ કે આ વિસ્તાર ભારતીય બાસમતીનું સૌથી મોટું બજાર માનવામાં આવે છે.

ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો અને નિષ્ણાતોનું માનવું છે કે શિપમેન્ટમાં આવી મંદી કારણે વધુ માલ ઘરેલુ બજારમાં મોકલાઈ રહ્યો છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે, તો ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.

 ભારતીય બંદરો પર લાખો ટન બાસમતી ચોખા અટક્યા

નિકાસકારોના જણાવ્યા મુજબ લગભગ 2 લાખ ટન બાસમતી ચોખા ભારતીય બંદરો પર અટવાઈ ગયા છે, જ્યારે લગભગ 2 લાખ ટન ચોખા ટ્રાન્ઝિટમાં જ અટકી ગયા છે, કારણ કે જહાજો મધ્ય-પૂર્વના મુખ્ય શિપિંગ માર્ગોને ટાળી રહ્યા છે. ઓલ ઇન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિયેશનના અધ્યક્ષ સતીશ ગોયલે જણાવ્યું હતું કે નિકાસમાં આવતી મુશ્કેલીઓને કારણે હાલ બંદરો અને પરિવહન દરમિયાન મળીને લગભગ 4 લાખ ટન બાસમતી ચોખા અટવાઈ ગયા છે.

 મધ્ય-પૂર્વ ભારતીય બાસમતીનું સૌથી મોટું બજાર

ક્રિસિલ રેટિંગ્સ અનુસાર ગયા નાણાકીય વર્ષમાં ભારતમાંથી નિકાસ થયેલા લગભગ 6 મિલિયન ટન બાસમતી ચોખામાંથી 70–72 ટકા હિસ્સો મધ્ય-પૂર્વ અને પશ્ચિમ એશિયાના દેશોમાં મોકલાયો હતો. આ દેશોમાં બાસમતી ચોખા મુખ્ય ખાદ્યપદાર્થ તરીકે ઉપયોગમાં લેવાય છે અને તેની માગનો મોટો ભાગ આયાતથી પૂરો થાય છે. ક્રિસિલે જણાવ્યું કે તાજેતરની પરિસ્થિતિને કારણે શિપમેન્ટમાં વિલંબ થઈ શકે છે અને નજીકના સમયમાં બાસમતી ચોખાના વેપારના પ્રમાણ પર અસર પડી શકે છે.

જો સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહે, તો આ વિસ્તારોમાંથી ચુકવણીમાં વિલંબ થવાની શક્યતા છે, જેને કારણે નિકાસકારો માટે કાર્યકારી મૂડી (Working Capital)નું ચક્ર લાંબું થઈ શકે છે. જોકે નિકાસકારોની મજબૂત બેલેન્સ શીટને કારણે તેમની શાખ પર મોટી અસર થવાની શક્યતા ઓછી માનવામાં આવે છે.

માલ વહન ખર્ચ બે ગણો થયો

મુખ્ય સમુદ્રી માર્ગોને ટાળવાને કારણે માલ વહનનો ખર્ચ લગભગ બે ગણો થઈ ગયો છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલા બાદ ખાડી વિસ્તારમાં વધેલા તણાવના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.