ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની સિલેક્શન કમિટીએ ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમાનારી 3 મેચોની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટ્વેન્ટી-20 (T20I) સિરીઝ માટેની ટીમ અગાઉ જ જાહેર કરી દેવામાં આવી હતી, અને હવે 21 June (રવિવાર) ના રોજ વનડે સ્ક્વોડ પરથી પણ પડદો ઊંચકાયો છે. પસંદ કરાયેલી 15 સદસ્યીય ટીમમાં ઓપનર શુભમન ગિલને કેપ્ટન અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

બુમરાહની વાપસી અને કોહલી પર સસ્પેન્સ

આ ટીમ સિલેક્શનના સૌથી મોટા સમાચાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના પુનરાગમનના છે. બુમરાહ છેલ્લે 2023 ના ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમ માટે 50 ઓવર્સ ક્રિકેટ રમ્યો હતો, ત્યાર બાદ હવે તે વનડે સેટઅપમાં પાછો ફર્યો છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ ટીમમાં કમબેક કરી રહ્યો છે, જેને અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો કે તે ટીમનો ભાગ નહોતો. બીજી તરફ, પૂર્વ કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલીને ટીમમાં સામેલ તો કરાયો છે, પરંતુ તે હાલમાં સંપૂર્ણ ફિટ નથી. વિરાટ કોહલીની ઉપલબ્ધતા ફિટનેસ ક્લિયરન્સ (Fitness Clearance) ને આધીન રહેશે. એટલે કે જો તે ફિટનેસ ટેસ્ટ પાસ કરશે તો જ ઇંગ્લેન્ડ સામે મેદાન પર ઉતરી શકશે.


યશસ્વી જયસ્વાલ ટીમમાંથી બહાર

પસંદગીકારોએ આ સિરીઝ માટે યશસ્વી જયસ્વાલ, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબેને વનડે ટીમમાં સ્થાન આપ્યું નથી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે શનિવારે (20 June) ના રોજ જ ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામે શાનદાર 110* રનની અણનમ ઇનિંગ રમી હતી. પરંતુ, વિરાટ કોહલીની વાપસી થતાં જ વનડે સ્ક્વોડમાંથી તેની રજા કરી દેવામાં આવી છે. વાસ્તવમાં, અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં યશસ્વીને કોહલી ઇન્જર્ડ હોવાના કારણે જ ટીમમાં બેકઅપ તરીકે તક મળી હતી.

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતની 15 સદસ્યીય ટીમ 

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી* (જ્યાં સુધી ફિટનેસ ક્લિયરન્સ ન મળે), શ્રેયસ અય્યર (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને ગુરનૂર બ્રાર.

ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ ૨૦૨૬: સંપૂર્ણ શેડ્યૂલ ભારતીય ટીમ આ પ્રવાસમાં 5 T20I અને 3 ODI મેચો રમશે. આખો કાર્યક્રમ નીચે મુજબ છે:

T20I સિરીઝનું શેડ્યૂલ:

1 July: પ્રથમ T20 મેચ, ચેસ્ટર લે સ્ટ્રીટ (Chester-le-Street)

4 July: બીજી T20 મેચ, માન્ચેસ્ટર (Manchester)

7 July: ત્રીજી T20 મેચ, નોટિંગહામ (Nottingham)

9 July: ચોથી T20 મેચ, બ્રિસ્ટલ (Bristol)

11 July: પાંચમી T20 મેચ, સાઉધમ્પ્ટન (Southampton)

ODI સિરીઝનું શેડ્યૂલ:

14 July: પ્રથમ વનડે મેચ, બર્મિંગહામ (Birmingham)

16 July: બીજી વનડે મેચ, કાર્ડિફ (Cardiff)

19 July: ત્રીજી વનડે મેચ, લોર્ડ્સ (Lord’s)