દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત

દક્ષિણ આફ્રિકા સામેની આગામી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઋષભ પંત ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે ઝડપી બોલર આકાશ દીપ પણ ઈજા પછી વાપસી કરી રહ્યો છે. પંતને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી શરૂ થશે.

ભારતની ટેસ્ટ ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર, ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ.