ટીમ ઇન્ડિયા A એ મંગળવારે ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 માં ઓમાનનો સામનો કર્યો. ભારતે મેચ 6 વિકેટથી જીતી લીધી. આ જીત સાથે, ભારત પહેલાથી જ સેમિફાઇનલમાં ક્વોલિફાય થઈ ગયું છે. ટોસ જીત્યા બાદ ભારત A એ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઓમાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા. આ મેચ વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દોહા ખાતે રમાઈ હતી. આ મેચ ભારત અને ઓમાન બંને માટે ખાસ બનવાની હતી, કારણ કે બંને ટીમોએ એક મેચ જીતી હતી અને એક હારી હતી.
Innings Break!
2⃣ wickets each for Suyash Sharma and Gurjapneet Singh 👌
1⃣ wicket each for Vijaykumar Vyshak, Harsh Dubey, and Naman Dhir 👏Over to our batters as India A need 136 runs to win 👍
Scorecard ▶️ https://t.co/F9u6OP8Yqd#RisingStarsAsiaCup pic.twitter.com/jdHCxsX6Oc
— BCCI (@BCCI) November 18, 2025
ઓમાનના 136 રનના જવાબમાં ભારત A ની શરૂઆત સારી નહોતી. પ્રિયાંશ આર્ય બીજી ઓવરમાં 10 રન બનાવીને આઉટ થયો. વૈભવ સૂર્યવંશી ધમાકેદાર ઇનિંગ આપશે તેવી અપેક્ષા હતી. પરંતુ તે પણ પાંચમી ઓવરમાં 12 રન બનાવીને આઉટ થયો. નમન ધીરે ૩૦ રન બનાવ્યા પણ નવમી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. જોકે, નેહલ વાઢેરા અને હર્ષ દુબે વચ્ચે એક નોંધપાત્ર ભાગીદારી બની. બંનેએ ભારતની ઇનિંગને સ્થિર કરી અને દબાણ ઓછું કર્યું. તેઓએ અડધી સદીની ભાગીદારી કરી. હર્ષ દુબેએ ૪૧ બોલમાં પોતાનો અડધી સદી પૂર્ણ કરી. બંનેએ ૬૬ રનની ભાગીદારી કરી. જોકે, નેહલ વાઢેરાની વિકેટ ૧૮મી ઓવરમાં પડી ગઈ. નેહલે ૨૩ રન બનાવ્યા હતા, પરંતુ હર્ષે ટકી રહ્યો. તે ઓવરમાં, ભારતે ૬ વિકેટથી વિજય મેળવ્યો. આ ટુર્નામેન્ટમાં ભારતનો બીજો વિજય છે. આ જીત સાથે, ભારતે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. ઓમાન અને યુએઈ બહાર થઈ ગયા.
For his stellar all-round performance, including a match-winning half-century, Harsh Dubey is the Player of the Match. 👏
With this victory, India A have qualified for the semi-finals! 👍
Scorecard ▶️ https://t.co/F9u6OP8Yqd#RisingStarsAsiaCup pic.twitter.com/Yeb4qMIr0k
— BCCI (@BCCI) November 18, 2025
પહેલા બેટિંગ કરતા ઓમાને હમ્મદ મિર્ઝા અને સરન સોનાવલે સાથે ઇનિંગની શરૂઆત કરી. ઓમાનને ચોથી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો જ્યારે હમ્મદ આઉટ થયો. ત્યારબાદ નવમી ઓવરમાં કરણની વિકેટ પડી. ઓમાન તરફથી વસીમ અલીએ સૌથી વધુ રન બનાવ્યા, તેમણે અણનમ ૫૪ રન બનાવ્યા, જેનાથી ઓમાનનો સ્કોર ૧૩૫ સુધી પહોંચવામાં મદદ મળી. ભારત તરફથી ગુર્જનપ્રીત અને સુયશ શર્માએ બે-બે વિકેટ લીધી.


