ભારત-રશિયાનું સહયોગ કોઈના વિરોધમાં નથી : વ્લાદિમિર પુતિન

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને જણાવ્યું હતું કે ભારત અને રશિયાન વચ્ચેનો સહયોગ કોઈ પણ દેશના વિરોધમાં નથી અને તેનો હેતુ માત્ર બંને દેશોનાં રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાનો છે. પુતિને આ ટિપ્પણી અમેરિકા દ્વારા ભારત અને રશિયા પ્રત્યે અપનાવાયેલા આક્રમક વલણની પૃષ્ઠભૂમિમાં કરી છે.

રશિયા સાથે ભારતના ઊર્જા સંબંધોની દ્રષ્ટિએ પિતીને કહ્યું હતું કે કેટલાંક તત્વો રશિયા સાથે ભારતના ગાઢ સંબંધોને લઈને આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતની વધતી ભૂમિકા પસંદ કરતાં નથી અને રાજકીય કારણોસર ભારતના પ્રભાવને મર્યાદિત કરવા માટે કૃત્રિમ અવરોધો ઊભા કરવાની કોશિશ કરી રહ્યા છે. રશિયાએ વિરુદ્ધ લાગુ પશ્ચિમી પ્રતિબંધોની ચર્ચા કરતાં પુતિને કહ્યું હતું કે તેમના દેશનો ભારત સાથેનો ઊર્જા સહકાર ઘણો અંશે અસરરહિત રહ્યો છે.રશિયાના રાષ્ટ્રપતિનો ભારત પ્રવાસ એવા સમયગાળામાં થઈ રહ્યો છે જ્યારે ભારત-અમેરિકા સંબંધો છેલ્લા બે દાયકામાં કદાચ સૌથી ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને અમેરિકાએ ભારતીય માલ પર 50 ટકા જેટલો ભારે ટેરિફ લગાવ્યો છે, જેમાં રશિયાથી કાચા તેલની ખરીદી પર 25 ટકા ટેક્સ પણ સામેલ છે.

અમેરિકાના આક્રમક વલણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પુતિને જણાવ્યું હતું કે કેટલાંક બાહ્ય દબાણો છતાં ન તો મેં અને ન  તો પ્રધાનમંત્રી મોદીએ ક્યારેય અમારી ભાગીદારીનો ઉપયોગ કોઈના વિરોધમાં કર્યો નથી.