અમદાવાદ: 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 10મા યોગ દિવસની ‘યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી’ થીમ પર ઉજવણી કરવામાં આવશે. ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ગાંધી આશ્રમ શાળાની 50 જેટલી વિદ્યાર્થિનીઓ અને એસ.એસ. ડિવાઈન સ્કૂલના 200 વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં રસ ધરાવતા લોકો ભાગ લેશે. વહેલી સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
27મી સપ્ટેમ્બર 2014ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે 21 જૂનના દિવસને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવાનો અનુરોધ કર્યો હતો. તેમના એ અનુરોધનો સ્વીકાર કરીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ડિસેમ્બર 2014માં 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 જૂને યોગ દિવસ મનાવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સાયન્સ સિટી દ્વારા યોગના નિષ્ણાતો તેમજ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલોને જુદાં-જુદાં યોગાસનો અને પ્રાણાયમ શીખવાડશે. તેમજ સહભાગીઓને યોગનું મહત્વ સમજાવી તેની જાગૃતિ વિશે વાત કરશે. આશરે 400થી 500 જેટલા લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થશે.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.




