અફઘાનિસ્તાન પાસે કરોડોનો ખજાનોઃ એશિયાનો સૌથી શ્રીમંત દેશ

કાબુલઃ તાલિબાને અફઘાનિસ્તાન પર ફરીથી કબજો જમાવ્યો છે. હંમેશા યુદ્ધના ઓછાયામાં રહેલા આ દેશના નાગરિકો ઘણા ગરીબ છે. લોકોની સ્થિતિ એટલી સારી નથી. અહીં ગરીબી ડાચું ફાડી રહી છે, પણ અફઘાનિસ્તાન પાસે એવો ખજાનો છે, જેનાથી એ એશિયાનો સૌથી શ્રીમંત દેશ બની શકે છે, જે એને ભારત, ચીન અને કેટલાક દેશોને પાછળ છોડી શકે છે. આ કારણે તાલિબાન પણ આ દેશને છોડવા નથી ઇચ્છતા અને અમેરિકા, રશિયા જેવા દેશ પણ વારંવાર અહીં આવે છે.  અફઘાનિસ્તાનમાં ત્રણ લાખ કરોડ ડોલરની કિંમતનો એ ખજાનો ખનિજ સંસાધન મોજૂદ છે. અમેરિકા જિયોલોજિકલ સર્વે દ્વારા વર્ષ 2010માં અહીં એક સર્વે કરાવવામાં આવ્યો હતો. આ સર્વેમાં વૈજ્ઞાનિકોને અફઘાનિસ્તાનમાં આશરે ત્રણ લાખ કરોડ ડોલરના મૂલ્યનો ખનિજના ભંડારો માલૂમ પડ્યો હતો. વર્ષ 2020માં અહમદ શાહ કતવાજાઈ દ્વારા એક આર્ટિકલ છપાયો હતો.

વૈજ્ઞાનિકોનું માનીએ તો અફઘાનિસ્તાનમાં લોખંડ, તાંબું, કોબાલ્ટ, સોના અને લિથિયમનો મોટો ભંડાર છે. અફઘાનિસ્તાનના ખનિજ ભંડારોનો પ્રયોગ કરવામાં આવે તો એ સાઉદી અરેબિયાની બરોબરી કરી શકે છે, એમ પેન્ટાગોનના વડા મથક દ્વારા કહેવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનમાં 1400થી વધુ ખનિજ ક્ષેત્ર છે, જેમાં ખનિજોમાં બારાઇટ, ક્રોમાઇટ, કોલસા, તાંબું, સોનું, લોખંડ, અબરખ, સીસું, કુદરતી ગેસ, પેટ્રોલિયમ, કીમતી અને અર્ધ કીમતી પથ્થર, મીઠું, સલ્ફર, જસત જેવી ધાતુ છે. આ સંસાધન હોવા છતાં પ્રતિ વર્ષ આશરે 30 કરોડ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. અફઘાનિસ્તાનનો દુર્લભ ખનિજ સંસાધન પૃથ્વી પર સૌથી મોટો છે.