અમેરિકી વૈજ્ઞાનિકોનો કોરોનાની વેક્સિન શોધ્યાનો દાવો

ન્યૂયોર્કઃ અમેરિકામાં કોરોના વાયરસના કારણે અત્યારે અમેરિકામાં સ્થિતિ ગંભીર છે. અમેરિકાના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની વેક્સિન શોધવાના કામમાં લાગ્યા છે. હવે કોવિડ-19 સાથે જોડાયેલી એક વેક્સિન બનાવવામાં આવી છે કે જેનો પ્રયોગ અત્યારે ઉંદર પર કરવામાં આવ્યો છે. આ પ્રયોગ દરમિયાન જોવા મળ્યું છે કે એક સ્તર પર આવીને આ નવા કોરોના વાયરસ વિરુદ્ધ એક ઈમ્યુનિટી તૈયાર કરી લે છે કે જે કોરોનાના સંક્રમણથી બચાવી શકે છે. અમેરિકી વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે આનો પ્રયોગ ઉંદર પર કરવામાં આવ્યો તો પ્રોટોટાઈપ વેક્સિને બે સપ્તાહની અંદર એન્ટી બોડીઝ તૈયાર કરી લીધી છે. આ વેક્સિનનું નામ અત્યારે પિટકોવેક રાખવામાં આવ્યું છે. યૂનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધક એપણ કહે છે કે જાનવરો પર લાંબા સમય સુધી નજર ન રાખી શકાઈ તો એ કહેવું ઉતાવળ હશે કે ક્યાં સુધી તેમનામાં ઈમ્યુનિટી બનેલી રહેશે. સંશોધકોની ટીમને ભરોસો છે કે આવનારા કેટલાક મહિનાઓમાં આનો પ્રયોગ માણસો પર કરી શકાશે.