પાકિસ્તાન કંગાળ છતાં પરમાણુ કાર્યક્રમ મુદ્દે કોઈ સમજૂતી નહીઃ ડાર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન કંગાળ થઈ ચૂક્યું છે, પણ એની અકડ હજી પણ બાકી છે.પાકિસ્તાનના નાણાપ્રધાન ઇશાક ડારે કહ્યું હતું કે IMF પાસેથી અટકેલી લોનને લેવા માટે અમે અમારા પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમથી કોઈ સમજૂતી નહીં કરીએ. દેશની સંસદમાં તેમની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે હું તમને વચન આપું છું કે કોઈ પણ પાકિસ્તાનના પરમાણુ કે મિસાઇલ કાર્યક્રમ પર કોઈ સમજૂતી નથી કરવાના, ધરાર નથી કરવાના.

તેમણે એમ પણ કહ્યું હતું કે જે ક્ષણે કર્મચારી સ્તરે સમજૂતી અને EFFP (Extended Fund Facility programme)ને અંતિમ રૂપ આપવામાં આવશે, એને નાણાં મંત્રાલયની વેબસાઇટ પર મૂકવામાં આવશે. કોઈને પણ પાકિસ્તાનને એ જણાવવાનો અધિકાર નથી કે એની પાસે કેટલી રેન્જની મિસાઇલો અને તેની પાસે કયા પરમાણુ હથિયાર હોઈ શકે છે. અમારે ખુદને સુરક્ષિત કરવાના છે. તેમણે કહ્યું હતું કે અમે પાકિસ્તાનના લોકોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અમારે અમારાં રાષ્ટ્ર હિતોની સુરક્ષા કરવાની છે.  

તેમણે કહ્યું હતું કે આર્થિક સંકટની વચ્ચે પરમાણ પરમાણુ કાર્યક્રમ મુદ્દે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે તેમણે કહ્યું હતું કે સરકાર તરફથી કોઈ વિલંબ નથી થયો, પણ  IMFની સાથે 2019ની એક અલગ વ્યવસ્થા અને કાર્યક્રમ રહ્યો છે. એવું લાગે છે કે IMFની શરતો આકરી છે, જેને કારણે વાટાઘાટ ઘણી લાંબી ચાલી છે. સંસ્થાની માગ ઘણી વધુ છે અને અમે તેની મોટા ભાગની શરતો પૂરી કરી લીધી હતી.