વર્ષ 2022માં વૈશ્વિક માર્કેટને થયું 1.4 ટ્રિલિયન ડોલરનું નુકસાન

નવી દિલ્હીઃ વર્ષ 2022 વૈશ્વિક નાણાકીય બજારમાં અશાંત વર્ષોમાંનું એક બની રહે એવી સંભાવના છે. વૈશ્વિક ઇક્વિટી 1.4 ટ્રિલિયન (1.4 લાખ કરોડ) ડોલરનો ભારે ઘટાડાની સાથે અન્ય સૌથી ખરાબ વર્ષની તરફ વધી રહી છે. ભારતીય રૂપિયામાં પરિવર્તિત આ આંકડો રૂપિયા 1,15,79,00,00,000 છે. આ મુખ્ય રૂપે વૈશ્વિક ઊથલપાથલથી પ્રેરિત છે, જે કોવિડ પછીના આંચકા સાથે શરૂ થઈ હતી અને ફેબ્રુઆરીમાં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધથી વધી ગઈ હતી.   

અમેરિકી ટ્રેઝરી અને જર્મન બોન્ડ- જેને અનિશ્ચિત સમયમાં સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. ક્રમશઃ 16 ટકા અને 24 ટકા નીચે હતી. એ જ રીતે ક્રિપ્ટોબજાર બજાર હતું, કેમ કે બિટકોઇન 60 ટકા નીચે છે અને મોટું ક્રિપ્ટો બજાર 1.4 ટ્રિલિયન ડોલરથી નીચે છે, કેમ કે FTXએ નાદારી નોંધાવી છે.

વૈશ્વિક આંચકાથી ભારતની સ્થિતિ જુદી

EFG બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી અને આયર્લેન્ડની કેન્દ્રીય બેન્કના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર સ્ટીફન ગેરલાચના હવાલે કહ્યું હતું કે આ વર્ષે વૈશ્વિક બજારોમાં જે કંઈ થયું એ ઘણું પીડાદાયક છે. વૈશ્વિક બજાર વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યાં છે. જોકે ભાર વૈશ્વિક ઊથલપાથલની સ્થિતિમાં સારી સ્થિતિ છે.

આ અહેવાલમાં મોદી સરકારની આર્થિક નીતિઓને શ્રેય આપવામાં આવ્યું છે. આ મહિનાના પ્રારંભે ભારતીય ઈક્વિટીએ અત્યાર સુધીના મહત્તમ સ્તરને સ્પર્શ્યું હતું. ભારતનો નિફ્ટી ઇન્ડેક્સ આ મહિને 18,800ને પાર થયો હતો.